Western Times News

Gujarati News

પરપ્રાંતીય ચોર ત્રિપુટી ઝડપાઈ: ૧૮ સ્થળે ચોરી કર્યાની કબુલાત

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ ૧૮ ચોરીના ભેદ ઉકેલ્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, પડવલા ગામે જીઆઈડીસીમાં સરદાર ઈન્ડ. એરીયામાં આવેલ પટેલ ફાસ્ટનર નામના કારખાનામાં તસ્કરો ખાબક્યા હતા અને રૂ.ર૮,૮૦૦ની કિંમતના ૪૦૦ કિલો વજનના ૮ બાચકા ભરેલા નટબોલ્ટની ઉઠાંતરી કરી નાસી છુટયા હતા

અને રાજકોટ રહેતા કારખાનેદાર કલ્પેશ ભગવાનજી જસાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રુરલ ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.આર. ગોહીલ, ફોજદાર એસ.જે.રાણા તથા સ્ટાફે સીસીટીવી કેમેરાના કુટેજ અને બાતમીના આધારે મુળ ઉત્તરપ્રદેશ પંથકના અને હાલમાં કેવડાવાડીમાં લલુડી વોંકળી પાસે રહેતા ઈસ્માઈલ ઉર્ફે પિન્ટુ શેખર શેખ તથા મૂળ નેપાળના અને હાલમાં ગુંદાવાડી મેઈન રોડ પર શીવ રેસી. એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમદેવ ગુમાનગીરી અને એક સગીરને ઝડપી લઈ બોલેરો પીકઅપ વાન કબજે કરી હતી.

પોલીસની આગવી ઢબની સરભરા અને તપાસમાં ત્રિપુટીએ એવી કબૂલાત આપી હતી કે પડવલામાં પ્લાસ્ટીક ભંગાર લેવેચની દુકાન ચલાવતા હોય અલગ અલગ જીઆઈડીસીઓમાં કારખાનાઓમાં ભંગાર ખરીદવાના બહાને અંદર જઈ રેકી કરી રાત્રીના સાગરીતો સાથે માલવાહક વાહન સાથે ચોરી કરતા હતા.

૧૮ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ તસ્કર ત્રિપુટીએ ખંઢેરી પાસે નવી બનતી એઈમ્સ હોસ્પિટલની સાઈટ પરથી ત્રણ ત્રાપાની ચોરી કર્યાની કબુલાત આપી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.