Western Times News

Gujarati News

લોડેડ પિસ્તોલ સાથે સેલ્ફી લેતા મોબાઈલના બદલે ટ્રિગર દબાઇ જતા મોત

ધોલપુર, ધોલપુર જિલ્લાના બાડીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લોડ કરેલી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે મોબાઈલથી સેલ્ફી લેવી મોંઘી પડી ગઈ. સેલ્ફી લેતી વખતે યુવકથી મોબાઈલનુ બટન પ્રેસ કરવાને બદલે દેશી કટ્ટાનું ટ્રિગર દબાઈ ગયું હતું.

જેના કારણે દેશી બનાવટની પિસ્તોલમાંથી ફાયરિંગ કરાયેલી ગોળી યુવકના માથામાં વાગી હતી. યુવકને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ઉમરેહ ગામનો છે. આ ઘટના રવિવારે પ્રકાશમાં આવી હતી. ઘટનાનો ભોગ બનેલા યુવકનું નામ સચિન (૧૯) હતું. તે ઉમરેહના રહેવાસી રામ વિલાસ મીણાનો પુત્ર હતો. રવિવારે તે પોતાના ખેતરમાં સરસવના પાકની કાપણી દરમિયાન મિત્રો સાથે ઉભો હતો. આ દરમિયાન અચાનક તેના મગજમાં જાણે શું આવ્યું કે તેણે લોડ કરેલો દેશી કટ્ટો કાઢ્યો અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યો હતો.

આ દરમિયાન મોબાઈલના ક્લિક કરવાને બદવે યુવકથી ભૂલમાં દેશી કટ્ટાનું ટ્રિગર દબાઈ ગયું હતું. જેના કારણે દેશી બનાવટની પિસ્તોલમાંથી નીકળેલી ગોળી સચિનના માથામાં વાગી ગઈ હતી. આ જાેઈને તેના મિત્રોના પણ ખૂબ ડરી ગયા.

ઘટના બાદ યુવકનો પરિવાર તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ લઈ ગયો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ સત્યપ્રકાશે જણાવ્યું કે કંટ્રોલ રૂમમાંથી આ અંગેની માહિતી મળી હતી. જે બાદ યુવકના મૃતદેહનો કબજાે લઈ સરકારી હોસ્પિટલના મોર્ચરીમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા રામવિલાસ મીણાએ ફરિયાદ કરી હતી. જેમાં ખેતરમાં સરસવના પાકની લણણીમાં સેલ્ફી લેતી વખતે લોડેડ હથિયારનું ટ્રિગર દબાઈ જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. ઘટના બાદ જેણે પણ તેના વિશે સાંભળ્યું તે સ્તબ્ધ થઈ ગયું. અકસ્માત બાદ યુવકના ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.