Western Times News

Gujarati News

સાણંદ : ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા

સાણંદ, વર્ષ 2018માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

વર્ષ 2018 સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.