Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં ૬૨ બેઠક પર કોંગ્રેસને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા

લખનૌ, મતદાનના આંકડાનું વિશ્લેષણ રસપ્રદ હોય છે. તે મતદારના મનોજગતમાં ડોકિયું કરવાની તક આપે છે. રાજકીય પક્ષોને તેમાંથી ઘણાં ખરા સબક શીખવા મળે છે, જાે તે ચાહે તો. ઉત્તરપ્રદેશમાં ૬,૩૭,૩૩૧ મતદારને એક પણ ઉમેદવાર પસંદ આવ્યો નથી. આથી તેમણે નોટાનું બટન દબાવ્યું હતું. વોટીંગ કરનારા કુલ મતદારોમાંથી ૦.૭૦ ટકાએ નોટાને મત આપ્યો. સીપીઆઈ, જેડીયુ અને એઆઈએમઆઈએમને ટોટલ જેટલા મત મળ્યા તેના કરતાં વધારે મત નોટાને મળ્યા છે.

ત્રણ વિધાનસભા બેઠક એવી છે જ્યાં ચાર હજાર કરતાં વધુ મત નોટામાં પડ્યા છે. ૪૦૩માંથી ૬૨ વિધાનસભા બેઠક એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર કરતાં નોટાને વધારે મળ્યા છે. દુદ્ધિ વિધાનસભા ક્ષેત્રમાં ૪,૭૫૬ નોટા વોટ પડ્યા છે. જાે કે આ આંકડો ગત વર્ષ કરતાં અડધો છે. ગત વિધાનસભા કરતાં ઓછો છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ૮,૫૨૨ મતદારે નોટા પ્રયોગ કર્યો હતો. આ ઉપરાંત ધોરાવલ વિધાનસભા બેઠકમાં ૪,૪૮૨ નોટા મત પડ્યા હતા. નોટાનો સૌથી પહેલો પ્રયોગ ૨૦૦૯માં છત્તીસગઢની ચૂંટણીમાં થયો હતો. ૨૦૧૩માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેનો પ્રયોગ કરવામાં આવ્યો. ૨૦૧૪થી નોટા ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં નોટા વોટની પેટર્ન ઘણું બધું કહી જાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.