Western Times News

Gujarati News

શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે: આર.સી.મકવાણા

ગાંધીનગર, રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણાએ જણાવ્યું હતું કે, લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને કારકિર્દી ઘડી શકે એ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

આ માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજી મંજૂર થયેથી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને તેમના ખાતામાં ડ્ઢમ્‌ દ્વારા ઈ-પેમેન્ટથી જમા કરાવવામાં આવે છે.

આજે વિધાનસભા ખાતે અમદાવાદ-વડોદરામાં લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ બંને જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧,૫૯,૯૯૬ અરજીઓ મળી હતી, તે પૈકી ૧,૫૭,૪૮૭ અરજીઓ મંજૂર કરી શિષ્યવૃત્તિ ચૂકવી દેવાઈ છે અને જે અરજીઓ નામંજૂર કરાઈ છે, એમાં આવકમર્યાદા બહારની અરજીઓ હોય, જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હોય તથા અન્ય રાજ્યના વિદ્યાર્થી હોવાથી અરજી નામંજૂર કરાઇ છે.

તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૨૧-૨૨માં ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ ૩,૬૫,૨૪૫ વિદ્યાર્થીઓને રૂ. ૨૧.૨૮ લાખ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૩,૬૫,૩૨૨ વિદ્યાર્થીઓને ૧૬.૩૦ લાખની સહાય ચૂકવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની આવક મર્યાદામાં પણ વર્ષોવર્ષ વધારો કરીને સહાય ચૂકવાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.