Western Times News

Gujarati News

GTU રસાયણશાસ્ત્ર, બાયો ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન પહેલને સક્ષમ બનાવશે

એજિલેન્ટે ગુજરાત ટેકનોલોજીએ GTU કેમ્પસમાં સેન્ટર ફોર એક્સેલન્સ (CoE)નું ઉદઘાટન કર્યું

આ સર્વિસ વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્ર, બાયો ફાર્માસ્યુટિકલ્સ અને જીવન વિજ્ઞાનમાં સંશોધન પહેલને સક્ષમ બનાવશે.

અમદાવાદ, એજિલેન્ટે ટેકનોલોજીએ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) પરિસરમાં સેન્ટર ફોર એક્સેલન્સ (CoE) લેબનું ઉદઘાટન કર્યું હતું. આ સુવિધાની જાહેરાત સાથે જ એજિલેન્ટ ગર્વ અનુભવે છે. આ સુવિધાનો લાભ GTU ફેકલ્ટી, સ્ટાફ, તેમના વિદ્યાર્થીઓ અને એજિલેન્ટ ટીમ તેમના અભ્યાસ માટે કરી શકશે.

જે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લેબ સાથે વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્ર, બાયોફાર્માસ્યુટિકલ્સ અને જીવન વિજ્ઞાન સંશોધનના ક્ષેત્રોમાં નવીન એપ્લિકેશન વર્કફ્લોનો વિકાસની ગતિ હવે તેજ બનશે.

આ નવા સેન્ટર ફોર એક્સેલન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરી થકી શૈક્ષણિક અને સંશોધન સ્પેસ તરીકે કરી શકાય છે જે વૈજ્ઞાનિક શોધ અને માન્યતાને આગળ વધારવા માટે વિપુલ તકો પ્રદાન કરશે, સાથે સાથે મૂલ્યવાન તકનીકી સંસાધનોનું સોલ્યુશન પણ તેના થકી આપવા માટે આ સર્વિસ ઉપલબ્ધ થશે.

એજીલેન્ટ ઇન્ડીયાએ પણ 14મી માર્ચ 2022ના રોજ ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ શહેરમાં તેની નવી ઓફિસના ઉદ્ઘાટન સાથે ભારતમાં તેના પાયાને અને પોતાની મજબૂત છાપને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નવું કાર્યક્ષેત્ર ડિઝાઇન વિચારશકિતને વધુ વિઝન આપવા માટે પ્રોત્સાહિત કરે છે, વાઇબ્રેન્સી લાવે છે કેમ કે તેની પાસે એક મહત્વપૂર્ણ કાર્યક્ષેત્ર છે. તેમના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે સક્ષમ બની રહ્યું છે.

એજીલેન્ટ આ નવીન સંશોધન સુવિધાની સ્થાપના માટે GTU સાથે સહયોગ કરવા માટે અત્યંત પ્રસન્ન અને ખુશ છે,” ડૉ. સમીર વ્યાસ, કન્ટ્રી જનરલ મેનેજર, એજીલેન્ટ ઇન્ડિયાએ જણાવ્યું હતું. “આ લેબ તકનીકી સહયોગ નવા પડકારોને સંબોધવા માટે અદ્યતન સંશોધનને ટેકો આપવા માટે અદ્યતન તકનીક સાથે શીખવાની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

આ એક હેતુ સાથે નવીનતા લાવવા અને અમે જે ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યાંના જીવનને સમૃદ્ધ બનાવવાની એજીલેન્ટની પ્રતિબદ્ધતા સિઝન સાથે કામ કરી રહ્યા તેમાં સંપૂર્ણ બંધ બેસે છે.”

ડૉ. વ્યાસે વધુમાં કહ્યું કે, “અમદાવાદમાં નવી એજિલેન્ટ ઑફિસની સ્થાપના કરવામાં અમારી સીમા ચિહ્નરૂપ સિદ્ધિ પર મને ગર્વ છે, જે આધુનિક સહયોગી કાર્યસ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જે અમારા કર્મચારીઓ અને ગ્રાહકો માટે અનુભવને બહેતર બનાવશે,”

પ્રો.નવીન શેઠ, GTU ના વાઇસ-ચાન્સેલરે કહ્યું કે, “GTU ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીને GTU કેમ્પસમાં સ્થિત એજિલેન્ટ એનાલિટિકલ સેન્ટર ઑફ એક્સેલન્સનો વિશેષાધિકાર મળ્યો છે. GSP (ગુજરાત સ્કૂલ ઑફ ફાર્મસી) અને GTU સાથે સહયોગ કરવા માટે અમે એજિલેન્ટ ઈન્ડિયાના આભારી છીએ. આ સહયોગ  GSPના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ લાભ આપશે.”

બદલાતી ટેકનોલોજીની ઝડપી ગતિને લીધે, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને નવીનતમ ટેકનીક અને તાલીમ આવશ્યકતાઓ સાથે રાખવાનું મુશ્કેલ બનતું હોય છે ત્યારે,  GTU ની સુવિધામાં રાખવામાં આવેલ એજિલેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો સ્યુટ – એજિલેન્ટ એપ્લિકેશન કુશળતા દ્વારા સમર્થિત – ગુજરાત રાજ્યમાં લાંબા ગાળાના ટેકનિકલ અને વૈજ્ઞાનિક લક્ષ્યોને આગળ વધારશે અને સમગ્ર રાજ્યમાં આર્થિક અને તકનીકી સ્થિરતાને સમર્થન આપશે.

આ ઉપરાંત, એજિલેન્ટના પ્રતિનિધિઓ માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન કાર્યો અને ક્ષમતાઓ દર્શાવવા માટે પ્રાદેશિક હબ તરીકે પણ સેવા આપશે.   આ નવું સેટઅપ એ સુનિશ્ચિત કરે છે કે, એજીલેન્ટ પાસે આ પશ્ચિમી પ્રદેશમાં તેની સી.ઓ. ઇ. સુવિધા છે.

જેમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની લાંબી દીર્ઘ દ્રસ્ટી છે.  ભારતમાં એજીલેન્ટ મુંબઈ, બેંગલુરુ અને માનેસર ખાતે અન્ય ત્રણ સી.ઓ.ઈ. સુવિધાઓ ધરાવે છે. જેમાં હવે ગુજરાતમાં GTU પણ સામેલ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.