Western Times News

Gujarati News

જાે કોંગ્રેસ એક થઈને કામ કરશે તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપી શકશે: પ્રશાંત કિશોર

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને જાેરદાર ટક્કર આપી શકે છે. પ્રશાંત કિશોરે એક અખબારને આપેલ મુલાકાતમાં કહ્યું છે કે જાે કોંગ્રેસ એક થઈને કામ કરશે તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જાેરદાર પડકાર આપી શકે છે.

પાંચ રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં કારમી હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જે બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. જાેકે, CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને માળખાકીય નબળાઈને દૂર કરવા અને પાર્ટીમાં ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાસે તક છે. જાે તે એકજૂથ રહેશે તો તે ભાજપને જાેરદાર પડકાર આપી શકે છે.

પ્રશાંત કિશોરે કહ્યું, ‘ભાજપ હવે શક્તિશાળી બની ગયું છે, પરંતુ તે હજી પણ પૂર્વ અને દક્ષિણ ભારતમાં સંઘર્ષ કરી રહી છે, કારણ કે તે આ પ્રદેશોમાં લગભગ ૨૦૦ બેઠકોમાંથી ૫૦ બેઠકો પણ લાવી શકી નથી. તેમાં બિહાર, બંગાળ, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે.

આ માટે આપણે ફરીથી મેદાનમાં આવવું પડશે અને કોંગ્રેસનો પુનર્જન્મ કરવો પડશે. આત્મા, વિચારો અને વિચારધારાઓનું પોતાનું સ્થાન છે અને તે બની રહે છે પરંતુ બાકીનું બધું નવું હોવું જાેઈએ. પ્રશાંત કિશોરે કહ્યું, “કોઈપણ પક્ષ, ખાસ કરીને જાે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપનો વિકલ્પ બનવા માંગતી હોય તો તેની પાસે ૧૦-૧૫ વર્ષનો મજબૂત દ્રષ્ટિ હોવા જાેઈએ. આ માટે કોઈ શોર્ટ કટ નથી.

પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે એવી વ્યક્તિ કોણ છે જે સમગ્ર વિપક્ષને એક કરી શકે? આ પ્રશ્ન પર પ્રશાંત કિશોરે કોઈ નેતાનું નામ ન લીધું, પરંતુ કહ્યું કે ‘જાે કોંગ્રેસ બધાને સાથે રાખવામાં સફળ થાય છે, તો તેની આસપાસ ચહેરો બનાવી શકાય છે.’ તેમણે કહ્યું કે જાે તમે સાચી દિશામાં નેરેટીવને લઈ જાઉં છો અને તમારી પાસે ગઠબંધનના લોકો છે, તો ભલે તેમની વિચારધારા ગમે તે હોય, પરંતુ જાે તેઓ ભાજપને હરાવવા માંગતા હોય તો ચહેરો આપોઆપ બની જશે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, જાે ગાંધી પરિવારને કોંગ્રેસમાંથી દૂર કરવામાં આવશે તો કોંગ્રેસ મજબૂત થઈ શકશે નહીં. એટલા માટે કોંગ્રેસ માટે મેદાનમાં આવીને મૂળભૂત બાબતોને યોગ્ય રીતે સેટ કરવાનો સમય આવી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.