Western Times News

Gujarati News

અસમમાં સૌથી વધુ છે મુસ્લિમ વસ્તી, હવે તે અલ્પસંખ્યક નહીં

ગુવાહાટી, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનું કહેવુ છે કે અસમ રાજ્યની વસ્તીમાં ૩૫ ટકા મુસલમાન છે અને તેને હવે પૂર્વોત્તર રાજ્યમાં અલ્પસંખ્યક ન માની શકાય. તેમણે ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓના પલાયનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અન્ય સમુદાયોના ડરને દૂર કરવો રાજ્યમાં મુસલમાનોનું કર્તવ્ય છે.

અસમ વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પર એક ચર્ચા દરમિયાન બોલતા સરમાએ કહ્યુ, ‘આજે મુસ્લિમ સમુદાયના લોકો વિપક્ષના નેતા છે, ધારાસભ્ય છે અને તેની પાસે સમાન અવસર અને શક્તિ છે. તેથી તે નક્કી કરવું તેનું કર્તવ્ય છે કે આદિવાસી લોકોના અધિકારોની રક્ષા કરવામાં આવે અને તેની ભૂમિ પર કબજાે ન કરવામાં આવે.’

તેમણે કહ્યું- છઠ્ઠી અનુસૂચી ક્ષેત્રમાં રહેતા આદિવાસીઓની ભૂમિ પર અતિક્રમણ કરવાની કોઈ જરૂર નથી. જાે બોરા અને કલિતા (અસમિયા ઉપનામ) તે ભૂમિ પર વસ્યા નથી તો ઇસલામ અને રહમાન (મુસ્લિમ ઉપનામ) એ પણ તે જમીનો પર વસવાથી બચવુ જાેઈએ.
મુખ્યમંત્રીએ આગળ કહ્યુ કે, ‘સત્તા જવાબદારી સાથે આવે છે’ અને મુસ્લિમ અસમની વસ્તીના ૩૫ ટકા છે, તેથી અહીં અલ્પસંખ્યકોની રક્ષા કરવી તેનું કર્તવ્ય છે. તેમણે કહ્યું- અસમના લોકો ડરમાં છે. મુસલમાનોને શંકરી સંસ્કૃતિ, સત્રિય સંસ્કૃતિની જાળવણીની વાત કરવા દો… ત્યારે સદ્ભાવ થશે. દસ વર્ષ પહેલાં અમે અલ્પસંખ્યક નહોતા પરંતુ હવે છીએ.

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ મંગળવારે વિધાનસભામાં દાવો કર્યો કે રાજ્યમાં મુસ્લિમ સમુદાયના લોકોની વસ્તી વધી ગઈ છે અને તેણે એક બહુસંખ્યક સમુદાય તરીકે વર્તવાનું શરૂ કરી દેવું જાેઈએ.

સરમાએ સાંપ્રદાયિક સદભાવના નક્કી કરવાની જવાબદારી પણ મુસ્લિમ સમુદાય, વિશેષ રૂપથી બંગાળી ભાષી મૂળ લોકો પર નાખતા કહ્યુ કે, અસમના મૂળ નિવાસી મુસલમાનોને પણ પોતાની ઓળખ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. મુખ્યમંત્રીએ પોતાના દાવાના સમર્થનમાં પૂરાવા હોવાની વાત કહી પરંતુ તેને ગૃહમાં રજૂ કર્યા નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.