Western Times News

Gujarati News

યુક્રેનને લડવા અમેરિકા ઘાતક હથિયાર આપશે

વોશિંગટન, રશિયા સતત યુક્રેન પર હુમલા કરીને બધું તહસનહસ કરી રહ્યું છે. આવામાં યુક્રેન પોતાના તમામ પ્રયાસો કર્યા બાદ પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. લોકો યુક્રેન છોડીને જઈ રહ્યા છે. આવામાં અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયાર આપવાની જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને બુધવારે કહ્યું કે રશિયા સામે અમેરિકા યુક્રેનને તેની રક્ષામાં સહાયક બનવા માટે વધારે ફાઈટર પ્લેને ટાર્ગેટ બનાવવા માટે એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, હથિયાર અને ડ્રોન મોકલશે. બાઈડને કહ્યું, “અમે યુક્રેનને આવનારા દિવસમાં આવનારા કઠણાણીઓના દિવસોમાં લડવા માટે અને પોતાનું રક્ષણ કરવા માટે હથિયાર આપી રહ્યા છીએ.”

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ લડાઈમાં અમેરિકાની સંસદ પાસે વધારે મદદની અપીલ કરીને પર્લ હાર્બર અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આંતકી હુમલાનો બુધવારે ઉલ્લેખ કર્યો.

અમેરિકાની સંસદને વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે અમેરિકાએ રશિયાના સાંસદો પર પ્રતિબંધ લગાવવો જાેઈએ અને રશિયાની આયાત રોકવી જાેઈએ. આ સાથે જ તેમણે યુક્રેનમાં યુદ્ધના કારણે બનેલી સ્થિતિનો ચિતાર વીડિયો દ્વારા અમેરિકાની સંસદને જણાવ્યો હતો.

ઝેલેન્સ્કીના સંબોધનના થોડા કલાકો બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને કહ્યું કે, અમેરિકા યુક્રેનને વધારે મદદ આપવા જઈ રહ્યું છે. જાેકે, ઝેલેન્સ્કીએ ઊડાણ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાતોના બદલે રશિયા પર હુમલા રોકવા માટે સૈન્ય મદદની માગણી કરી હતી.

જણાવી દઈએ કે વ્હાઈટ હાઉસે ઉડાણ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની વોલ્દોમીર ઝેલેન્સ્કીની માગણીને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમના સંક્ષિપ્ત સંબોધનના પહેલા અને પછી સાંસદોએ સીટ પરથી ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું.

યુક્રેન પર રશિયાએ હુમલા કર્યા બાદ હવે તેના શહેરોને તહસનહસ કરી રહ્યું છે. જેમાં ઈમારતોમાં આગ અને અને તેની બહાર થતા બોમ્બ ધડાકાથી લોકો કાંપી રહ્યા છે. આમ છતાં રશિયા એકનું બે થવા નથી માગતું અને તે યુક્રેનને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેન પર રશિયા દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગે પણ હુમલા થઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.