Western Times News

Gujarati News

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૫૭,૬૦૦ની ઉપર ખૂલ્યો

મુંબઇ, શેરબજારમાં આજે સારી તેજી જાેવા મળી રહી છે અને ગઈકાલે ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ)ના ર્નિણયો બાદ એસજીએકસ નિફ્ટીમાં જાેરદાર વધારો જાેવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારોના સારા સંકેતોના આધારે સ્થાનિક શેરબજાર જાેરદાર ઉછાળા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે કારોબાર કરી રહ્યા છે.આજના કારોબારની શરૂઆત જાેરદાર વેગથી થઈ છે અને સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭,૬૨૦ ના સ્તર પર ખુલ્યો છે, નિફ્ટી ૧૭,૨૦૦ ને પાર કરીને બજાર ખોલવામાં સફળ રહ્યો છે.

બેન્ક નિફ્ટી આજે જાેરદાર બાઉન્સ સાથે ટ્રેડ થઈ રહી છે અને બેન્ક નિફ્ટીના તમામ ૧૨ શેર લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી લગભગ ૭૦૦ પોઈન્ટ એટલે કે ૨ ટકાના ઉછાળા સાથે ૩૬,૪૪૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે અને ઉપરના સ્તરે સતત સપોર્ટ લઈ રહ્યો છે.

બજારના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો તમામ ઈન્ડેક્સ તેજીના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નાણાકીય શેરોમાં ૨ ટકાનો સૌથી મોટો વધારો જાેવા મળી રહ્યો છે અને તે વધી રહ્યો છે. આજે બેંકિંગ શેરોમાં પણ જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. પીએસયુ બેંક, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ અને ગેસ શેરોમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.