Western Times News

Gujarati News

યુક્રેનને અમેરિકા આપશે 100 સશસ્ત્ર ડ્રોન, 800 સ્ટિંગર મિસાઈલ્સ

નવી દિલ્હી, રશિયા સામેની લડાઈમાં અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયારો અને ડ્રોન આપવાનુ નક્કી કર્યુ છે. અમેરિકાએ કહ્યુ છે કે, યુક્રેનને લોન્ગ રેન્જ મિસાઈલ ડિફેન્સ તેમજ હથિયારો સાથે સજ્જ ડ્રોન આપવામાં આવશે.જેથી તે રશિયાના વિમાનો તેમજ મિસાઈલો સામે વધારે સારી રીતે પોતાનો બચાવ કરી શકશે.

યુક્રેનને જે સિસ્ટમ અમેરિકા આપવા માંગે છે તેના કારણે બહુ દુરથી યુક્રેન રશિયન ફાઈટર જેટસ પર પ્રહાર કરવા માટે સક્ષમ બની જશે.

અમેરિકા રશિયાને જે સિસ્ટમ આપવા માંગે છે તે રશિયાએ જ બનાવેલી એસ-300 સિસ્ટમ છે.અમેરિકા અને નાટો દેશો પાસે આ માટે જરુરી સિસ્ટમ અને સાધનો છે.આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને તે મિસાઈલ, વિમાનો એમ હવામાં ઉડતી કોઈ પણ વસ્તુને ટ્રેક કરી શકે છે.

અમેરિકા યુક્રેનને 100 સ્વિચબ્લેડ તરીકે ઓળખાતા ડ્રોન પણ આપવાનુ છે.જે એક રીતે રિમોટ કંટ્રોલથી સંચાલિત ઉડતા બોમ્બ છે.આ ડ્રોન આત્મઘાતી હુમલો કરતા હોવાથી તેને કામિકેઝ ડ્રોન નામ અપાયુ છે.આ ડ્રોન થકી યુક્રેન રશિયાના મિલિટરી ઉપકરણોને આસાનીથી ટાર્ગેટ કરી શકશે.અમેરિકાએ 800 સ્ટિંગર મિસાઈલ આપવાનુ પણ નક્કી કર્યુ છે.

આ પહેલા અફઘાનિસ્તાનમાં સ્ટિંગર મિસાઈલ થકી મુજાહિદ્દોએ રશિયાના ઘણા હેલિકોપ્ટર તોડી પાડ્યા હતા.

પશ્ચિમના દેશો યુક્રેનને પહેલાજ 17000 હળવા અને ખભા પરથી લોન્ચ કરી શકાય તેવા મિસાઈલ્સ આપી ચુકયા છે.જેનો ઉપયોગ યુક્રેનના સૈનિકો રશિયન મિલિટરી વાહનોને નષ્ટ કરવા કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.