Western Times News

Gujarati News

અનન્યા પાંડે તેના બોલ્ડ લુકને કારણે થઇ ટ્રોલ

મુંબઇ, અનન્યા પાંડે પર હાલમાં બોલ્ડનેસનું ભૂત સવાર છે. તે દરરોજ બોલ્ડ અવતારમાં જાેવા મળે છે. ગઈકાલે રાત્રે અનન્યા પાંડે બોલ્ડનેસના ચક્કરમાં અજીબોગરીબ ફેશન કરતી જાેવા મળી હતી. તેનો આ ડ્રેસ સુંદર હતો પરંતુ તેની ફેશન લોકો સમજી શક્યા નહીં.

વાસ્તવમાં અનન્યા પાંડે ગઈ કાલે રાત્રે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જાેવા મળી હતી. હવે તેનો આ લુક જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. અનન્યા પાંડેના આ ડ્રેસની વાત કરીએ તો આ ડ્રેસ ફરહાન અખ્તરની પાર્ટીમાં મલાઈકાના ડ્રેસ જેવો જ લાગે છે.

આ ડ્રેસમાં મોનોકિની જેવા ડ્રેસ પર ડિઝાઈન કરાયેલ પારદર્શક ફોલ જાેવા મળે છે. જે પણ હોય, અનન્યા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં અનન્યાનો એક વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. હવે આ વીડિયો પર લોકો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યુ કે.’ પેન્ટ તો પહેરી લેતી’ તો બીજાએ લખ્યું, ‘હોલિવૂડની કોપી’ એક વ્યક્તિએ આ ડ્રેસને આપત્તિજનક ગણાવ્યો, જ્યારે એકે તેને આધુનિક સ્વિમસૂટ પણ ગણાવ્યો છે.

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેના રોમેન્ટિક કનેક્શન વિશે ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે. જાે કે તેઓએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, તેમના વારંવાર એકસાથે દેખાવા, અનન્યાની અવારનવાર શાહિદ કપૂરના ઘરે મુલાકાત અને બે લવબર્ડ એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ પર ટિપ્પણી કરતા ચાહકોને સંકેત આપે છે કે તેઓ ડેટ કરી રહ્યા છે.

ગઈકાલે રાત્રે બંને ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જાેવા મળ્યા હતા. એવું લાગતું હતું કે પાર્ટીનો કલર-કોડ ડાર્ક કલરનો હતો અને ઈશાન અને અનન્યાએ તેને સારી રીતે ફોલો કર્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.