Western Times News

Gujarati News

હોન્ડાએ આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સનું બુકીંગ શરૂ કર્યુ, કિંમત સાંભળી ચોંકી જશો

હોન્ડાએ ભારતમાં 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રસ્તુત કર્યું, બુકિંગ શરૂ!

ગુરુગ્રામ, રોમાંચક સવારી કરવાના શોખીન સમુદાય માટે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ભારતમાં હોન્ડાના તમામ એક્સક્લૂઝિવ બિગ વિંગ ટોપલાઇન શોરૂમમાં એના નવા 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સનું ભારતમાં બુકિંગ શરૂ કર્યાની જાહેરાત કરી હતી. નવા મોટરસાયકલ CKD* (*કમ્પ્લેટલી નોક ડાઉન) રુટ મારફતે ભારતીય બજારમાં એનો માર્ગ મોકળો કરશે. Honda launches 2022 Africa Twin Adventure Sports in India, Bookings Open!

2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ મોડલ 2 વેરિઅન્ટ – મેટ બેલિસ્ટિક બ્લેક મેટલિક કલરમાં ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી) અને નવી રોમાંચક પટ્ટીઓ સાથે પર્લ ગ્લેર વ્હાઇટ ટ્રાઇકલર સ્કીમમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “વર્ષ 2017માં એના આગમનથી અત્યાર સુધી આફ્રિકા ટ્વિને ભારતમાં રોમાંચક સફારીની નવી ઊંચાઈ સર કરી છે. 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સે એક સ્ટેપ આગળ વધીને રાઇડર્સને તેમની પોતાની સફરનો માર્ગ બનાવવા અને અજાણ્યા માર્ગોની સફર ખેડવા પ્રેરિત કર્યા છે. હવે નવા મોડલનું બુકિંગ શરૂ થવાથી અમે નવા અનુભવો અને રોમાંચક સફર સાથે વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ.!”

ભારતમાં નવા 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ માટે બુકિંગ શરૂ થવાની જાહેરાત કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “જ્યારે ભારત રોમાંચક સફર માણવા માટે વિવિધ પ્રકારની ભૂગોળ અને વિસ્તારો ધરાવે છે,

ત્યારે રોમાંચક સફર ખેડવાનો શોખીન સમુદાય પણ સતત બદલાઈ રહ્યો છે. પોતાની ડકાર રેલીના રોમાંચ સાથે આફ્રિકા ટ્વિન સમુદાય ભારતમાં વધી રહ્યો છે, જે તમામ વિસ્તારોમાં સફર ખેડવાની વિશિષ્ટ ક્ષમતાઓની મજા લે છે અને હવે 2022 આફ્રિકા ટ્વિન સાથે રોમાંચક સફરનો અનુભવ વધારે માણશે.”

પોતાની લોંગ-ટૂરિંગ અને ઓફ-રોડિંગની ક્ષમતાઓ વધારીને 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ 1082.96cc લિક્વિડ-કૂલ્ડ 4-સ્ટ્રોક 8-વાલ્વ પેરેલલ ટ્વિન એન્જિન, 7500 rpm પર 73kW અને 6000 rpm પર 103Nm ટોર્કના આઉટપુટ સાથે ઓવરહેડ કેમશાફ્ટ (ઓએચસી) ટાઇપ વાલ્વ સિસ્ટમ ધરાવે છે. ઉપરાંત એની 270-ડિગ્રી ઓફસેટ ક્રેન્કશાફ્ટ ઉત્કૃષ્ટ ઘર્ષણ પ્રદાન કરે છે અને પલ્સેટિંગ એન્જિન પર્ફોર્મન્સ માટે રિસ્પોન્સિવ એક્સલરેશન આપે છે.

‘કોઈ પણ વિસ્તારમાં ફરવાના’ જુસ્સાના જાળવીને 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટસ છ-અક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ (આઇએમયુ), 2-ચેનલ એબીએસ, એચએસટીસી (હોન્ડા સિલેક્ટેબ્લ ટોર્ક કન્ટ્રોલ) અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ટેકનોલોજી અને ઇનોવેશનથી સજ્જ છે. એમટી અને ડીસીટી એમ બંને વેરિઅન્ટ ચાર ડિફોલ્ટ રાઇડિંગ સેટિંગ્સ ધરાવે છેઃ ટૂર, અર્બન, ગ્રેવેલ અને ઓફ-રોડ, જે બે કસ્ટમાઇઝેબલ યુઝર 1 અને 2 સેટિંગ્સ સાથે મોટા ભાગની રાઇડિંગ કન્ડિશનને આવરી લે છે.

સમુદાય પાસેથી પ્રાપ્ત કિંમતી પ્રતિભાવને પ્રાથમિકતા આપીને 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ સવારી સમયે શ્રેષ્ઠ વિઝિબિલિટી માટે રિએડજસ્ટેડ કોન્સોલ સ્ક્રીન ધરાવે છે. મનોરંજનની દ્રષ્ટિએ 2022નું નવું મોડલ એપલ કારપ્લે (આઇઓએસ યુઝર્સ માટે) અને નવું ઉમેરેલું એન્ડ્રોઇડ ઓટો એમ બંનેની સુવિધા આપે છે.

ઓન/ઓફ રોડ ક્ષમતા સાથે એડવેન્ચર ટૂરર માટે 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ સ્થિરતા અને સંચાલન માટે માસ સેન્ટ્રલાઇઝેશન સાથે ડિઝાઇન કરેલું છે, તો ઘોડી કે સ્ટેન્ડ પર એક્શનને નિયંત્રણમાં રાખવા નેરો સેન્ટ્રલ એરિયા અને વાઇડ ફ્રન્ટ ધરાવે છે. ટેલીસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને પ્રો-લિન્ક રિઅર સસ્પેન્શન રાઇડરને સુવિધા સાથે શ્રેષ્ઠ અસરકારક રચના ઓફર કરે છે અને ઓન/ઓફ રોડ બાઇક તરીકે શ્રેષ્ઠ કોમ્બિનેશન બનાવે છે.

મોડલમાં સુવિધાજનક સવારી સુનિશ્ચિત કરવા એડજસ્ટેબ્લ સીટ અને રેલી સ્ટાઇલ ધરાવતી પોઝિટિવ LCD કલર ડિસ્પ્લે જેવી ખાસિયતો પણ સામેલ છે. સેમી ડબલ ક્રેડલ સ્ટીલ ફ્રેમ એન્જિનની ક્ષમતા વધારવા અને એને ટેકો આપવા પણ ફિટ કરી છે, જે સફરને વધારે આનંદદાયક બનાવે છે.

સલામતી વધારવા 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સની ડેટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) અને કોર્નરિંગ લાઇટ્સ સાથે ડ્યુઅલ LED હેડલાઇટ્સ સતત વિઝિબિલિટી અને ન દેખાય એવી જગ્યાઓ પર પ્રકાશ પડે એ સુનિશ્ચિત કરે છે. 24.5 લિટરની ઇંધણની ટાંકી લાંબા પ્રવાસ માટે પરફેક્ટ પેકેજ છે.

હોન્ડાએ ગુરુગ્રામ (હરિયાણા), મુંબઈ (મહારાષ્ટ્ર), બેંગાલુરુ (કર્ણાટક), ઇન્દોર (મધ્યપ્રદેશ), કોચી (કેરળ), હૈદરાબાદ (તેલંગાણા) અને ચેન્નાઈ (તમિલનાડુ)માં એની બિગવિંગ પાઇપલાઇન ડિલરશિપમાં 2022 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ માટે બુકિંગ શરૂ કર્યું છે.

આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ 2022
વેરિઅન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી)
કલર પર્લ ગ્લેર વ્હાઇટ ટ્રાઇકલર મેટ બેલિસ્ટિક બ્લેક મેટલિક
પ્રાઇસ (એક્સ-શોરૂમ ગુરુગ્રામ, હરિયાણા) રૂ. 16,01,500 રૂ. 17,55,500

 

ઓનલાઇન બુક કરાવવા વધારે વિગત મેળવવા ગ્રાહકો અધિકૃત વેબસાઇટ (www.hondabigwing.in)ની મુલાકાત લઈ શકે છે અથવા ઇન્ક્વાયરી નંબર – 9958223388 પર ‘મિસ્ડ કોલ’ આપો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.