Western Times News

Gujarati News

અજયની ફિલ્મ RUNWAY-૩૪નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગણ સ્ટારર ફિલ્મ રનવે ૩૪નું જાેરદાર ટ્રેલર આવી ગયું છે. બોલિવૂડ ફિલ્મ રનવે ૩૪માં અજય દેવગણ, અમિતાભ બચ્ચન, રકુલપ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ ‘રનવે ૩૪’ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

વર્ષ ૨૦૧૫ની એક ઘટના પર આધારિત ફિલ્મ રનવે ૩૪નો ડિરેક્ટર પણ અજય દેવગણ છે. અજય દેવગણ ડિરેક્ટેડ ફિલ્મ ‘રનવે ૩૪’ના લેખક સંદીપ કેવલાની અને આમિલ કીયાન ખાન છે. ‘રનવે ૩૪’માં મ્યુઝિક અમર મોહિલે અને જસલીન રોયલનું છે. ‘રનવે ૩૪’ તારીખ ૨૯ એપ્રિલ, ૨૦૨૨એ રિલીઝ થશે.

અહીં નોંધનીય છે કે અગાઉ ‘રનવે ૩૪’ ફિલ્મ સ્ટ્ઠઅઙ્ઘટ્ઠઅના નામે રિલીઝ થવાની હતી. બોલિવૂડ એક્ટર અજય દેવગણે ફિલ્મ દ્રશ્યમના બીજા ભાગ એટલે કે દ્રશ્યમ ૨નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિષેક પાઠક ડિરેક્ટેડ ફિલ્મ દ્રશ્યમ ૨માં એક્ટર અજય દેવગણની સાથે-સાથે તબુ, શ્રિયા શરણ અને ઈશિતા દત્તા લીડ રોલ્સમાં જાેવા મળશે.

અજય દેવગણે મુંબઈમાં ‘દ્રશ્યમ ૨’નું શૂટિંગ શરૂ કર્યું છે અને આગામી મહિનાઓમાં ગોવામાં શૂટિંગ શેડ્યુલ છે. એક્ટર અજય દેવગણે ટિ્‌વટ કરતા લખ્યું કે ‘શું વિજય ફરીવખત તેના પરિવારને બચાવી શકશે. #Drishyam2નું શૂટિંગ શરૂ. ‘દ્રશ્યમ ૨’ વિશે વાત કરતા અજય દેવગણે જણાવ્યું કે, ‘દ્રશ્યમ’માં કામ કરવાની ખૂબ મજા આવી હતી. ત્યારે ‘દ્રશ્યમ ૨’માં પણ ખાસ્સી રસપ્રદ સ્ટોરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ પણ મહત્વના રોલમાં છે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં એક્ટર અજય દેવગણે માત્ર થોટી મિનિટોના રોલ માટે રૂપિયા ૧૧ કરોડ ચાર્જ કર્યા હોવાનું એક ન્યૂઝ રિપોર્ટથી જાણવા મળ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું બજેટ રૂપિયા ૧૦૦ કરોડથી પણ વધારે છે.

અજય દેવગણે ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ નામની બે એક્શન ફિલ્મ કરી હતી. આ બન્ને ફિલ્મમાં અજય દેવગણે પોલીસકર્મીનો રોલ કર્યો હતો જેનું નામ બાજીરાવ સિંઘમ હતું. આ બન્ને ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બન્ને ફિલ્મોની સફળતા પછી રોહિત શેટ્ટી આ સીરિઝમાં ત્રીજી ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અજય દેવગણ અને રોહિત શેટ્ટી કાશ્મીરના રિયલ લોકેશન પર ‘સિંઘમ ૩’નું શૂટિંગ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.