Western Times News

Gujarati News

પાણી કઈ રીતે પાચન ક્રિયામાં ગરબડ ઊભી કરે છે?

ભોજન સાથે પાણી બિલકુલ ન પીવા કરતાં એકાદ બે ઘૂંટડા પી લેવાથી આહારને પાચન માટે મદદ મળે છે. હાઈ ફાઈબર ફૂડ સાથે થોડું પાણી પી લેવું જાેઈએ. પાણી મળના નિર્માણમાં સહાયક છે.

પોષક તત્ત્વો શરીરમાં કાર્યરત રહે તે માટે ભોજનનું પાચન જરૂર છે. તેથી ભોજન, શરૂ કરતા તરત જ અથવા તો ભોજન કરતી વખતે વચમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચવાની શક્યતા રહે છે. આયુર્વેદના અનુસાર આ રીતે પાણી પીવાથી પેટમાંના ભોજન પર સીધી વિપરીત અસર પડે છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાથી વજન વધવામાં વાર લાગતી નથી.

પાણીએ આપણા શરીર માટે મહત્ત્વનું તત્ત્વ છે. તે શરીરને હાઈડ્રેટ કરીને ઘણી બીમારીઓથી બચાવે છે. તે શરીરમાં ઝેરી પદાર્થાેને બહાર કાઢે છે, તેમજ પોષક તત્વો અને ઓક્સીજનને કોશિકાઓ સુધી લઈ જવાનું કાર્ય કરે છે.

પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તેમજ શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને મગજને પણ કાર્ય કરવામાં મદદ કરે છે. શરીરમાંના સાંધાની ચીકાશ જાળવવા માટે પણ પાણી પીવું જરૂરી છે. તેથી જ નિષ્ણાંતો દિવસમાં ત્રણથી પાંચ લીટર પાણી પીવાની સલાહ આપે છે.

પાણી કેટલું પીવું એની સાથે સાથે તેને પીવાની રીત પણ મહત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદમાં પાણી પીવાના પ્રમાણની સાથે સાથે પાણી કઈ રીતે પીવું તેના પર પણ ભાર આપવામાં આવ્યો છે. ખોટી પદ્ધતિથી પાણી પીવાથી પાચન સંબંધી તકલીફો થવાની શક્યતા રહે છે. આયુર્વેદના અનુસાર, ખોટી રીતે પાણી યોગ્ય રીતે પીવામાં ન આવે તો પાચન ક્રિયા પર અસર થાય છે.

આયુર્વેદના અનુસાર પાણી પીવાની યોગ્ય રીત
પ્રથમ તો એ ધ્યાન રાખવું કે એક જ વખતમાં એક ગ્લાસ પાણી ગટગટાવી ન જવું. આની બદલે ધીરે ધીરે પાણીના ઘૂંટડા પીવા.

ભોજનની શરૂઆતમાં તેમજ ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું નહીં. વાસ્તવમાં આ રીતે પાણી પીવાથી ગેસ્ટ્રિક જ્યુસ પાતળું થઇ જાય છે અને ભોજનમાંના પોષક તત્ત્વોને પચાવવું મુશ્કેલ થાય છે.

જમ્યા પહેલાના ૩૦ મિનીટ પહેલા અને ભોજન પછી ૩૦ મીનીટે પાણી પીવું જાેઈએ. ભોજન દરમિયાન તરસ લાગી હોય તો એક ગ્લાસ પાણી ગટગટાવીને પીવાને બદલે એક અથવા બે ઘૂંટડા જ પીવું.

ભોજન પચાવામાં તકલીફ હોય તો ગરમ પાણી પીવું જાેઈએ. એક ગ્લાસ પાણી પીવાની સરખામણીમાં એક ગ્લાસ ગરમ પાણી વધુ હાઈડ્રેટિંગ હોય છે. મોટા ભાગે લોકો ઊભા ઊભા પાણી પીતા હોય છે. ઊભા ઉભા પાણી પીવાથી પાણી સીધું એક ઝાટકે અન્નનળીમાંથી પસાર થઈને પેટની નીચેની દિવાલ પર પડે છે તે સરળતાથી કોલોનમાં પહોંચી જાય છે. પરિણામે કિડની અને બ્લેડરમાં ઝેરીલા પદાર્થ જમા થવાની શક્યતા વધી જાય છે. ઊપરાંત ઊભા ઊભા પાણી પીવાથી તરસ પણ બુઝાતી નથી.

દિવસમાં સાત વખત પાણી પીવનું મહત્ત્વ
ભોજન સાથે પાણી બિલકુલ ન પીવા કરતાં એકાદ બે ઘૂંટડા પી લેવાથી આહારને પાચન માટે મદદ મળે છે. હાઈ ફાઈબર ફૂડ સાથે થોડું પાણી પી લેવું જાેઈએ. પાણી મળના નિર્માણમાં સહાયક છે.

માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એચ-૨૦ પાણી પીવું જાેઈએ. ઘણી વખત માથાનો દુખાવો ડિહાઈડ્રેશનના કારણે પણ થતો હોય છે. માઈગ્રેનની તકલીફ પર પણ પાણીનું સેવન વધારવું જાેઈએ.

સવારે ઊઠ્યા પછી તરત જ એકથી બે ગ્લાસ પાણી પીવું જાેઈએ. રાતના પાણી પીવાતું નથી હોતું તેથી શરીરને હાઈડ્રેટ કરવા માટે ઊઠીને પાણી પીવું જરૂરી છે.

વ્યાયામ પહેલા અને પછી શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું જાેઈએ. જે લોકો વ્યાયામ કરતા ન હોય અને કસરત કરવાની શરૂઆત કરતા હોય તે લોકોએ વ્યાયામ કરવાના બે દિવસ પહેલાથી જ વ્યવસ્થિત રીતે પાણી પીવાનું શરૂ કરી દેવું જાેઈએ. સવારે જાેગિંગ પર જવાના એક કલાક પહેલા પાણી પીવું જરૂરી છે. તેમજ કસરત પછી પણ સ્વયંને હાઈડ્રેટ કરવા માટે પાણી પીવું જાેઈએ.

સૂતા પહેલા એક-બે ઘૂંટડા પાણી અવશ્ય પીવું. મોટા ભાગનાં લોકો સૂતા પહેલા પાણી એ ડરથી નથી પીતા હોતા કે રાતના સૂતા પહેલા પાણી પીવાથી બાથરૂમ જવા માટે ઊઠવું પડે છે, જે નિંદ્રામાં ખલેલ પાડતું હોય છે.

સાંજના સમયે કોફી પીવાના સ્થાને પાણી પીવાની આદત પાડવી. મોડી સાંજના ચા-કોફી પીવાથી રાતી નિંદ્રા ખરાબ થઈ શકે છે. પરંતુ પાણી પીવાથી ઊર્જા વધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.