Western Times News

Gujarati News

દસવી ફિલ્મના ટ્રેલરમાં અભિષેકનો જોરદાર લૂક દેખાયો

મુંબઇ, બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ દસવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જાેઈને લાગે છે કે ફરી એકવાર અભિષેક OTT પર ધમાલ મચાવશે. ટ્રેલરમાં અભિષેક બચ્ચન અભણ નેતા ગંગારામ ચૌધરીના લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.

ટ્રેલરમાં તેનો દમદાર લુક અને ડાયલોગ્સ ખૂબ જ સારા છે. તો, કડક IPSઓફિસર બનેલી યામી ગૌતમ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. બિમલા દેવીના પાત્રમાં અભિનેત્રી નિમરત કૌર પણ પરફેક્ટ લાગી રહી છે. ટ્રેલરની શરૂઆત એક સનસનાટીભર્યા સમાચારથી થાય છે,

જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારના સૌથી મોટા સમાચાર એ છે કે મુખ્યમંત્રી ગંગારામ ચૌધરીને શિક્ષક ભરતી કૌભાંડમાં SITની તપાસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પછી અભિષેક તેના જાટ દેખાવ સાથે બહાર આવે છે. જાે કે, આગળની ક્લિપમાં તે સેન્ટ્રલ જેલની સામે જાેવા મળે છે.

ટ્રેલરમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી ગંગારામ ચૌધરીનો હરિયાણવી સ્વર અને દેખાવ જાેવા મળી રહ્યો છે. જેલમાં અભિષેક એક તરફ  SITની તપાસનો સામનો કરતો જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેના દસમું પાસ કરવાના સપના પણ જેલની અંદર વણાયેલા જાેવા મળે છે. ટ્રેલરમાં, યામી ગૌતમ, જે કડક અધિકારી બની છે, તે અભિષેકને અભણ, ગવાર કહીને તેની મજાક ઉડાવતી જાેઈ શકાય છે.

અભિષેકની પત્ની બિમલા દેવીના પાત્રમાં અભિનેત્રી નિમરત કૌર પણ તેના લુકને ન્યાય કરતી જાેવા મળે છે. ટ્રેલરમાં તમામ પાત્રોને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ દસવી ૭ એપ્રિલના રોજ રીલિઝ થવા જઈ રહી છે. અને તેનું પ્રીમિયર OTT પ્લેટફોર્મ Netflix તેમજ JIO સિનેમા પર કરવામાં આવશે. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. તુષાર જલોટા આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.