Western Times News

Gujarati News

હવે ક્રાઇમ સીન પર ઓન ધ સ્પોટ ફોરેન્સિક તપાસ થઈ જશેઃ 47 ફોરેન્સિક વેન કાર્યરત

ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર: બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન

ગુજરાતમાં 47 ફોરેન્સિક વેન કાર્યરત, ક્રાઇમ સીન પર ઓન ધ સ્પોટ પ્રાથમિક ટેસ્ટ કરવા માટે સજ્જ

પુરાવાને નષ્ટ થવાથી બચાવવાપ્રક્રિયા ઝડપી કરવા અને તપાસને ગતિ આપવા માટેની મિનિ ફોરન્સિક લેબોરેટરી

પોલીસ જ્યારે કોઈ પણ ગુનાની તપાસ કરે ત્યારે સમયસર પુરાવા મળે તે જરૂરી છેઅને સાથોસાથ એ પણ જરૂરી છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે અશુદ્ધિકરણ (Contamination) ન થાય. આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે ગુજરામાં 47 ફોરેન્સિક વેન (MFVs) પોલીસ તપાસમાં સહયોગ માટે કાર્યરત છેજે સુનિશ્વિત કરે છે કે ગુનાના સ્થળે પુરાવાનું ઝડપી સંરક્ષણ થાયસમયસર તેનું પ્રાથમિક સ્ક્રિનિંગ થાય અને પ્રાથમિક અભિપ્રાય મળે જેથી પોલીસ તપાસમાં ઝડપી સહયોગ મળી શકે.

રાજ્યમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપ વધે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી (GSFU)ની સ્થાપના કરી હતીજેને હવે કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોલીસ કામગીરી અને લૉ એન્ડ ઓર્ડરમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપક રીતે ઉપયોગ થાયતે ઉદ્દેશ સાથે તેમના વિઝનરી માર્ગદર્શનમાં આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયાનુકૂળ નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુનાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક વિજ્ઞાનની ભૂમિકા વધી છે. વડાપ્રધાનશ્રીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે.

37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન

વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાલઈલ ફોરેન્સિક વેનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં MFVs 37,269 ક્રાઈમ સીન/સ્પોટ પર પહોંચી ચૂકી છે. MFVs દ્વારા મર્ડરપૉક્સોલૂંટચોરીઆગઅને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.  વિવિધ સ્પોટ મુલાકાતમાં ગુનાવાર આંકડા આ પ્રમાણે છે: મર્ડર (1529), બળાત્કાર/પૉસ્કો/બાળ અત્યાચાર (3746), હત્યાનો પ્રયાસ (1583), લૂંટ (728), ઘરફોડ/ચોરી (2758), ફાયરિંગ (154), વિસ્ફોટ (43), આગ (2893), નાર્કોટિક્સ (1968) અને ફેટલ-જીવલેણ કિસ્સાઓ (9022).  તે સિવાય 10,457 અન્ય સ્પોટ મુલાકાતોમાં આકસ્મિક મૃત્યુકસ્ટોડીયલ ડેથઅપ્રાકૃતિક મૃત્યુશંકાસ્પદ ઘટનાઓ અને અન્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફોરેન્સિક તપાસ સામેલ છે.

 

હરતી-ફરતી ફોરેન્સિક લેબોરેટરીઅલગ અલગ ગુના માટે અલગ કિટ

આ મોબાઇલ ફોરેન્સિક વેન્સમાં 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ્સ ઉપલબ્ધ છે. જેમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટનાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટએક્સપ્લોઝિવ સ્ક્રીનિંગ કિટગન શૉટ રેસિડ્યુ કિટઆગની તપાસ માટેની કિટફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કિટ સહિતની અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

આ વેન્સમાં સ્ટિરિયો માઇક્રોસ્કોપ, DSLR કેમેરા, GPS બોડી-વોર્ન કેમેરા સિસ્ટમલેપટોપ અને પ્રિન્ટરમિની રેફ્રિજરેટર, LED સ્ક્રીનહાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સજનરેટર સેટ અને અન્ય જરૂરી આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે. આ સાધનોની મદદથી વિવિધ પુરાવાઓ જેવાકે  લોહીના ડાઘ અને અન્ય જૈવિક નમૂનાઓફિંગરપ્રિન્ટ્સપગલાં અને ટાયરના નિશાનગન શૉટ રેસિડ્યુનાર્કોટિક્સ પદાર્થોવિસ્ફોટક અવશેષોબળેલી સામગ્રીવાળફાઇબરમાટીના નમૂનાઓકાચના ટુકડાઓ અને અન્ય સૂક્ષ્મ પુરાવાઓની પ્રાથમિક તપાસ ઘટનાસ્થળે જ કરી શકાય છે.

 

ઝડપી તપાસ અને મજબૂત પુરાવા

મોબાઇલ ફોરેન્સિક વેનોનો મુખ્ય હેતુ ગુનાના સ્થળે તાત્કાલિક વૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનોપુરાવાઓનું યોગ્ય સંરક્ષણ કરવાનોપુરાવા દૂષિત થવાની શક્યતા ઘટાડવાનો છે અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્ટશનનો છે. ખાસ કરીને બળાત્કાર અને પૉક્સોના કેસોમાં જૈવિક પુરાવાઓની  સમયસર ઓળખ થાય તથા પુરાવા સંગ્રહિત થઈ શકે તે મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં આ વેન્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. બોડી કેમેરા, DSLR ફોટોગ્રાફી અને CCTV આધારિત દસ્તાવેજીકરણના કારણે ક્રાઈમ સીનનું વૈજ્ઞાનિક રીતે અવલોકન પણ વધુ અસરકારક બન્યું છે.

 

ગુનાહિત તપાસ વૈજ્ઞાનિક પુરાવાઓ પર વધુને વધુ આધાર રાખતી હોવાથીગુજરાતમાં  MFVs ગુનાઓની તપાસ કરવાની રીતમાં પરિવર્તન લાવી રહી છે.  આ રીતે ફોરેન્સિક વિજ્ઞાન સીધું ઘટનાસ્થળે પહોંચે છેમહત્વપૂર્ણ પુરાવાઓનું સંરક્ષણ કરે છે અને ફર્સ્ટ રિસ્પૉન્સથી અંતિમ ચુકાદા સુધી મજબૂત કેસ બનાવવામાં મદદ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.