Western Times News

Gujarati News

ઝેલેન્સ્કીએ વિશ્વભરના લોકોને રસ્તા પર ઉતરવા અપીલ કરી

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરૂવારે સમગ્ર વિશ્વના નાગરિકોને યુક્રેન પરના રશિયાના હુમલાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા માટે અનુરોધ કર્યો હતો.

યુક્રેનના વિદેશ મંત્રાલયે ઝેલેન્સ્કીના વીડિયો મેસેજને ટ્વિટ કર્યો હતો. આ વીડિયો મેસેજમાં ઝેલેન્સ્કી કહે છે કે, ‘રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેનની સામે નથી. આ યુદ્ધ સ્વતંત્રતાની વિરૂદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. માટે હું તમને યુદ્ધ વિરૂદ્ધ ઉભા થવા માટે કહું છું. 24મી માર્ચથી શરૂ કરો- રશિયાના આક્રમણના એક મહિના બાદ સૌ એકસાથે યુદ્ધ રોકવા ઈચ્છીએ.’

યુક્રેન પરના રશિયાના આક્રમણના એક મહિના બાદ ગુરૂવારથી શરૂ થનારા વૈશ્વિક વિરોધનું આહ્વાન કરીને ઝેલેન્સ્કીએ અંગ્રેજીમાં કહ્યું હતું કે, ‘આ દિવસ બાદથી તમારૂં વલણ શું છે તે બતાવી દો, તમારા કાર્યાલયો, તમારા ઘરો, તમારી શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાંથી આવો. શાંતિના નામ પર આવો. યુક્રેનનું સમર્થન કરવા માટે, સ્વતંત્રતાનું સમર્થન કરવા માટે, જીવનનું સમર્થન કરવા માટે યુક્રેની પ્રતીકો સાથે આગળ આવો.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.