Western Times News

Gujarati News

ભરૂચ LCB પોલીસનો સપાટો -દારૂના જથ્થા સાથે બુટલેગરોને દબોચી લેવાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એલસીબી પોલીસ હવે બૂટલેગરો સામે લાલ આંખ કરી રહી હોય તેમ વાગરા તેમજ શુકલતીર્થ અને પશ્ચિમ વિસ્તારના પારસીવાડ વિસ્તાર માંથી દેશી વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

શુક્લતીર્થ ગામે પીપળા ફળીયામાં આવેલ કાચા ઝુપડામાં વિદેશી દારૂ તથા દેશી દારૂ અંગે સફળ રેઈડ કરી કુલ મુદ્દામાલ કિં રૂ.૭૮,૭૯૦ સાથે (૧) મહેન્દ્રભાઈ ઉર્ફે મહિન શંકરભાઈ વસાવા રહેવાસી.શુક્લતીર્થ પીપળા ફળીયુ તા.જી.ભરૂચ (૨) વિરમલ ઉર્ફે સત્તો રમેશભાઈ વસાવા રહેવાસી.શુક્લતીર્થ ગામ, પીપળા ફળીયુ , તા.જી.ભરૂચ વોન્ટેડ આરોપી (૧) રોહિત વસાવા રહે લિમદરાગામ તા.ઝધડીયા જી ભરૂચ (૨) જેકી રહેવાસી.અમરતપુરા ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ પકડાયેલ મુદ્દામાલ

(૧) વિદેશી દારૂની નાની મોટી બોટલ / બિયર ટીન મળી કુલ નંગ -૪૯૩ કિં.રૂ. ૫૦,૫૦૦ (૨) મીણીયા કોથળા નંગ -૦૯ જેમાં દેશી દારૂ લિટર ૨૧૦ કિ.રૂ. ૪,૨૦૦ (૩) ભારતીય ચલણની જુદા જુદા દરની નોટો મળી રોકડા રૂપિયા . ૪,૦૪૦ (૪) ફૈંફ૦ કંપનીનો રૂ – ૭૩ મોબાઈલ ફોન નંગ -૦૧ કિં રૂ .૧૦,૦૦૦

(૫) ઓપો કંપનીનો હ્લ૧૯ઁઇર્ં મોબાઈલ ફોન નંગ -૦૧ કિં રૂ .૧૦,૦૦૦ (૬) એલ્યુમીનીયમ નો ડબ્બો નંગ -૦૧ કિ.રૂ.૫૦ કુલ મુદ્દામાલ કિં રૂ.૭૮,૭૯૦ ઝડપી પાડ્યો હતો.

ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી નિઝામવાડીના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મકાનની અંદર દારૂ સંતાડી વેપાર કરતો હોવાની બાતમીના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે રેડ કરી હતી જેમાં સ્ટીલ ના અલગ અલગ દબાવો માં સંતાયેલું ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૯૩૭૫૦ ઝડપાઈ ગયો હતો

અને સ્થળ ઉપરથી (૧) ગિરીશ સુરેશ મિસ્ત્રી (૨) ભરત ઈશ્વર મિસ્ત્રી (૩) અંબાલાલ લક્ષ્મીદાસ મિસ્ત્રી (૪) તત્વેશ કાંતિ મિસ્ત્રી જ્યારે એક વોન્ટેડ પરેશ જયંતિ મિસ્ત્રી સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

ભરૂચ એલસીબીની એક ટીમ વાગરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વાગરા રંગ ઉપવન ગેટ પાસેથી તથા નવીનાગરીમાં દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા જથ્થા સાથે બુટલેગર વીરેન્દ્ર સિંહ ઉર્ફે વિરુ રાજેન્દ્ર સિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ૪ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.