Western Times News

Gujarati News

મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોનો સર્વે હાથ ધરાયો

વિજાપુર તાલુકા હેલ્થ કચેરીની તપાસમાં રરર પાત્રોમાંથી મચ્છરના પોરા મળ્યાં

વિજાપુર, વિજાપુર તાલુકા મથકની હેલ્થ કચેરી દ્વારા વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગોની અટકાયત માટે રોગ નિયંત્રણ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ડોર ટુ ડોરનો પ્રથમ રાઉન્ડ તા.ર૧.૩.રર થી તા.૧.૪.રર અને બીજાે રાઉન્ડ તા.૧૮.૪.રર થી ૩૦.૪.રર દરમ્યાન કરવામાં આવશે

અને આરોગ્યના કર્મચારી દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાનું નિદાન, સારવાર કરવાનું આયોજન કરવામાં આવેલું છે તેમજ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી પોરાનાશક કામગીરી કરવાનો ઉદ્દેશ છે.

ઘરોની અંદર અને બહાર જે સ્થળો પર સાધનોમાં પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બીનઉપયોગી પાત્રો દૂર કરી અને ઉપયોગી પાત્રોના પાણીમાં ટેમી ફોર્સ, જૈવિક નિયંત્રણો તેમજ ડ્રાય ડે જેવી કામગીરી હાથ ધરવામાં આવશે સાથે સાથે લોકસમુદાયમાં આરોગ્ય શિક્ષણ લોક આગેવાનો તેમજ ગ્રામ્ય સંજીવની સમિતિના સભ્યો સાથે મીટીંગ કરી લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.

તાલુકાના કુલ ૧૧૮ આરોગ્યની આશા વર્કરની ટીમો દ્વારા કુલ ૮૯ ગામો અને શહેરના કુલ ૯ર૪૬૪ ઘરો અને કુલ ર૯પ૯પ૬ વસ્તીને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ર૧ થી ર૩ તારીખ દરમ્યાન કુલ ૧૮પ૬૩ ઘરો, કુલ વસ્તી ૯ર૪૬૪ અને કુલ ૪ર૭પ૭ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી

તેમાંથી રરર પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીનું સુપરવિઝન મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર રાઉન્ડનું મોનિટરીંગ અને સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિજય જે. પટેલ અને તાલુકા હેડ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.