Western Times News

Gujarati News

સતનામાં કોરોનાની રસી લીધા બાદ ૧૨ બાળકો બેહોશ, હોસ્પિટલમાં દાખલ કરાયા!

ભોપાલ, મધ્યપ્રદેશના સતનામાં કોરોના વાયરસની રસી લીધા પછી કેટલાક બાળકો બેહોશ થયા હતા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રશાસને આ મામલે તપાસ કરવાનું કહ્યું છે. સતના સીએમએચઓ અશોક અવાડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના રસીનો ડોઝ આપ્યા પછી ૧૨ બાળકો બેહોશ થઈ ગયા અને બીમાર પડ્યા છે. તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સતના સીએમએચઓએ કહ્યું છે કે એવું લાગે છે કે રસીકરણ પછી ડરના કારણે બાળકો બેહોશ થઈ ગયા હશે. જાે કે, અમે આ મામલે તપાસ કરીશું અને આવું શા માટે થયું તે જાણીશું. તેમણે રસીની શીશી તપાસ માટે મોકલવાનું કહ્યું છે.

સતનામાં બીમાર પડેલા બાળકોને આમદરા હોસ્પિટલમાં રસી આપવામાં આવી હતી. આ તમામ લોકો આમદરા હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ખેરવાસણીના રહેવાસી છે. હાલમાં દેશમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવી રહી છે.

રસીકરણ ઝુંબેશ અંતર્ગત આ બાળકોને ગુરુવારે રસી આપવામાં આવી હતી, પરંતુ રસી લીધા બાદ થોડી જ વારમાં વિદ્યાર્થિનીઓ બેહોશ થવા લાગી હતી. શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. જાે કે, સારવાર બાદ હવે બાળકોની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

હાલમાં દેશમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે માહિતી આપી હતી કે ૧૨-૧૪ વર્ષની વય જૂથના ૧ કરોડથી વધુ બાળકોને અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.