Western Times News

Gujarati News

દેશમાં ૧૨-૧૪ વર્ષની વયના ૧ કરોડથી વધુ બાળકોને કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો ઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૧૨-૧૪ વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-૧૯ રસીનો (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯ ફટ્ઠષ્ઠષ્ઠૈહી) પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ વયજૂથના લાભાર્થીઓનું રસીકરણ ૧૬ માર્ચથી શરૂ થયું હતું. તેમને કોર્બેવેક્સ રસી આપવામાં આવી રહી છે, જેના બે ડોઝ ૨૮ દિવસના અંતરે આપવાના છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કર્યું કે, ૧૨-૧૪ વર્ષની વય જૂથના એક કરોડથી વધુ બાળકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી મેળવનાર મારા તમામ યુવા યોદ્ધાઓને અભિનંદન.

આ ગતિ ચાલુ રાખો. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ રસીના કુલ ૧૮૨.૫૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોના રસીકરણના પ્રથમ દિવસે ૧૬ માર્ચે ૨૩ હજારથી વધુ બાળકોને કોવિડ-૧૯ કોર્બેક્સ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

તે જ સમયે, દેશમાં કોરોના કેસની ઝડપમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧,૬૮૫ નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૩૦,૧૬,૩૭૨ થઈ ગઈ છે. હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૨૧,૫૩૦ થઈ ગઈ છે.

ગુરુવારના આંકડાની સરખામણીમાં મૃત્યુમાં વધારો થયો છે. કોરોનાને કારણે ૮૩ લોકોના મોત થયા છે, જે પછી ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫,૧૬,૭૫૫ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૧૫૭ નો ઘટાડો નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૨૪,૭૮,૦૮૭ લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ-૧૯થી મૃત્યુદર લગભગ ૧.૨૦ ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું કે ગુરુવારે દેશમાં કોરોનાવાયરસ માટે ૬,૯૧,૪૨૫ નમૂના પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. ગુરુવાર સુધીમાં કુલ ૭૮,૫૬,૪૪,૨૨૫ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.