Western Times News

Gujarati News

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઇન્સ્ટ્રીયલ ટીમનો વિજય

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં ટિમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને યુવા ઇન્ડસ્ટ્રીયલ ટિમના પેનલ વચ્ચેની જંગમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમનો ભવ્ય વિજય ૧૪ સભ્યોની બહુમત સાથે થયો હતો. જ્યારે ૧ બેઠક ટિમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના થાળે ગઈ હતી.

ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દિલીપ સોહની અને તેમની ટીમના અધ્યક્ષતા હેઠળ શાંતિ પૂર્ણ માહોલમાં યોજના સવારે ૧૦ વાગ્યાથી સાંજે વાગે સુધીમાં ૭૨૭ મતોમાંથી કુલ ૬૬૦ મતો થતાં ૯૧% જેટલું મતદાન નોંધાયું હતું.

ત્યાર બાદ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરતા છ વાગ્યાનો આસપાસ ચૂંટણી પરિણામ દિલીપ સોહની અને તેમની ટિમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ બેઠકમાંથી એક બેઠક ટિમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના થાળે ગઈ હતી. જ્યારે ૧૪ બેઠક યુવા ઇન્ડસ્ટ્રીયલ ટિમ પેનલના થાળ જતા સ્પષ્ટ બહુમત હાંસલ કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

ઉપસ્થિત ઉધોગપતિઓ વિજેતા ટિમ સહિત ટીમના કિંગ મૈકર ઈશ્વર બારીને અભિનંદન પાઠવી ઉત્સવ મનાવ્યો હતો, ભૂત પૂર્વ  પ્રમુખ ભગવાન ભરવાડ અને ઉધોગપતિ ઈશ્વર બારીએ પણ વિજેતા ટિમ સહિત હારેલી ટીમને પણ શુભકામનાઓ પાઠવી બધાએ સાથે મળી એસ્ટેટના વિકાસમાં સહભાગી બનવા આવકાર આપી હારલી ટીમના સભ્યો પણ આપણા જ છે એમ જણાવી સહકારની ભાવના વિકસાવી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ૪ વર્ષ પહેલાં માંટ્ઠના પ્રમુખ રહેલા ઉધોગપતિ શ્યામ વીજન ઉર્ફે પપ્પુભાઈ પણ આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ૪૨૩ મત મેળવી ઉધોગપતિઓમાં પોતાની અદભુત લોકપ્રિયતા સાબિત કરવામાં કાયમ રહ્યા હતા. શ્યામ વીજન, અમૃત પટેલ, વિપુલ પંચાલ, દિપક ગુપ્તા, બથીયા નરેશ, ભરત શાહ, લાધા બૃહ ગોપાલ, જગદીશ બારી, નીતિન હીરોની, કેતન પંચાલ, નીરજ પંથાવાલા, નવીન માંગે, નીતિન મહેતા, દેવર સર્વાનન, પ્રશાંત થમન વિજેતા બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.