Western Times News

Gujarati News

પંજાબ દિલ્હીના પગલે, ઘર બેઠા લોકોને રાશન મળશે

અમૃતસર, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબીપછાડ આપ્યા બાદ સત્તા પર આવેલ આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાણે ફ્રંટ ફૂટ પર બેટિંગ કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા વ્હોટ્‌સ એપ નંબર ધારાસભ્યોના પેન્શન અંગેના ર્નિણય બાદ હવે દિલ્હીની જેમ હવે પંજાબમાં પણ રાશનની ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવશે.

દિલ્હીની જેમ જ હવે રાજ્ય સરકાર પંજાબમાં પણ જાે તમે સરકારી રાશન માટે કોઈપણ ડેપોમાં જવા માંગતા નથી તો તમને ઘરે બેઠા આ સુવિધા આપવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે આ ર્નિણયની જાહેરાત કરી હતી.

જાેકે આ યોજના વૈકલ્પિક છે જેમને રાશનની તાત્કાલિક જરૂર છે તેઓ નજીકના ડેપો પર જઈને રાશન લઈ શકે છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ લોકોને ઓફિસમાંથી ફોન કરવામાં આવશે અને પછી જ્યારે તેઓ ઘરે ઉપલબ્ધ હશે ત્યારે તેમને રાશન પહોંચાડવામાં આવશે. ભગવંત માને કહ્યું ‘આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આપણા ગરીબ ભાઈ-બહેનો જીવનજરૂરી હક્કના રાશન માટે કતારમાં ઉભા છે. આજે આપણે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યા છીએ.

હવે આપણી વૃદ્ધ માતાઓને રાશન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. કોઈએ તેમની દૈનિક મજૂરી છોડવી પડશે નહિ. આજે તમારી સરકારે નક્કી કર્યું છે કે તમને તમારૂં રાશન તમારા ઘરે પહોંચાડાશે.

તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ડોરસ્ટેપ ડિલિવરી સેવાઓ લાગુ કરશે. આપ સરકારે સૌપ્રથમ દિલ્હીમાં આ સિસ્ટમ શરૂ કરી હતી અને તે સફળ રહેતા હવે અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર આમ આદમી પાર્ટી કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.