Western Times News

Gujarati News

અભિનેતા વિલ સ્મિથે ચાલુ શોએ ક્રિસ રોકને મુક્કો માર્યો

નવી દિલ્હી, અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર ૨૦૨૨માં ક્રિસ રોકને મુક્કો માર્યો. પ્રેઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે ટિપ્પણી કરી, જેના પર વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો. તે સ્ટેજ પર ગયો અને પછી ક્રિસ રોકને મુક્કો માર્યો.

ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની જેન વિશે મજાક ઉડાવવામાં આવી હતી. જેડાની ટાલ અંગે ટિપ્પણી કરતાં તેણે કહ્યું કે, તેની ટાલ હોવાના કારણે તેને ફિલ્મમાં લેવામાં આવી છે. જ્યારે જેડાએ ફિલ્મ માટે તેના વાળ કપાવ્યા ન હતા.

તેના બદલે, તે એલોપેસીયા નામની ટાલ પડવાની બીમારી સામે લડી રહી છે, તેથી તેણે તેના વાળ કપાવી લીધા છે. વિલને તેની પત્નીની આ રીતે મજાક ઉડાવવાનું પસંદ નહોતું અને તેણે રનિંગ શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

મુક્કો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે ઉભો રહ્યો. વિલે તેને કહ્યું કે, મારી પત્નીનું નામ તેના મોઢે ફરીથી ના લે, અને ક્રિસે જવાબ આપ્યો કે તે નહીં કરે. ઓસ્કર ૨૦૨૨ સમારોહમાં સામેલ લોકોની સાથે ટીવી પર ઈવેન્ટ જાેઈ રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
જાેકે વિલ સ્મિથે કોમેડિયન ઝ્રરિૈજ ઇર્ષ્ઠા ને મુક્કો મારવા બદલ માફી પણ માંગી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.