Western Times News

Gujarati News

યુક્રેનમાં અભ્યાસ છૂટ્યો હોય તેવા છાત્રોને રશિયાનું આમંત્રણ

મુંબઈ, યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ બાદ ભારતથી ત્યાં ભણવા ગયેલા મેડિકલના વિદ્યાર્થિઓનું હવે શું થશે તે અંગેની ચર્ચાઓ વચ્ચે રશિયાએ આ વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે અને તેના માટે કોઈ વધારાનો ખર્ચો ના લેવાની પણ બાંહેધરી આપી છે.

રશિયા અને ક્રિમીયાએ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને તેમને યુક્રેનમાં ભણવાનું છૂટી ગયા બાદ પોતાના ત્યાં આવવા માટેની ઓફર આપી છે. આ માટે તેમણે પોતાના દેશમાં ભારતીય વિદ્યાર્થીઓને ભણવા માટે આમંત્રણ આપ્યું છે. જેમાં વધારાનો કોઈ ખર્ચ કે એન્ટ્રન્સ એક્ઝામ વગર આગળના મેડિકલ અભ્યાસ માટે આમંત્રણ આપ્યું છે.

યુક્રેનમાં અભ્યાસ અધુરો રહી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને રશિયા અને ક્રિમીયા પહેલા કઝાકિસ્તાન, જ્યોર્જિયા, આર્મેનિયા, બેલારુસ અને પોલેન્ડ દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ સિવાય ૧૪૦ ભારતીય વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે સ્વદેશ આવવાના બદેલ મોલ્દોવા જવાનું પસંદ કર્યું હતું જ્યાં તેમણે ચિનાઉમાં સરકાર દ્વારા ચાલતી સંસ્થા નિકોલે ટેસ્ટેમિટાનું સ્ટેટ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ફાર્માસીમાં એડમિશન મેળવ્યું છે.

SUMPના ઈન્ટરનેશનલ રિપ્રેઝન્ટેટિવ ડૉ. કોર્નેલિયાએ જણાવ્યું છે કે, “પાાછલા અઠવાડિયા સુધીમાં ૧૪૦ ભારતીય વિદ્યાર્થીઓ સીધા યુક્રેનથી અમારા ત્યાં આવ્યા અને અમારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. મિત્રતાને ધ્યાનમાં રાખીને અમે તેમનું સેમિસ્ટર શરુ કરી દીધું છે અને ફી લેવાનું સપ્ટેમ્બરથી શરુ કરીશું. અમારી પાસે પુરતા પ્રમાણમાં ક્ષમતા છે માટે અમે પહેલા, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં જ પ્રવેશ આપીશું કે જેથી તેમનો અભ્યાસ બગડે નહીં.”

યુક્રેનથી આવેલા ભારતીય વિદ્યાર્થીઓનું હવે શું થશે તેવા સવાલો થઈ રહ્યા છે તેની વચ્ચે જ તેમના માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કોર્સની વાત કરવામાં આવી છે, જાેકે, હજુ તેમાં કેટલીક સ્પષ્ટતાનો અભાવ જાેવા મળી રહ્યો છે. ઘણી ઈન્ટરનેશનલ પબ્લિક મેડિક યુનિવર્સિટીના કાઉન્સિલ મહેન્દ્ર ઝવારે પાટીલ જણાવે છે કે, VI વર્નાડસ્કાય ક્રિમીયન ફેડ્રેશન યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થિઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.

તેમણે આગળ જણાવ્યું કે, ખરાબ અનુભવમાંથી પસાર થયેલા વિદ્યાર્થીઓ ઈચ્છે કે જાે હવે કોઈ અન્ય દેશમાં પ્રવેશ મેળવે તો તે સુરક્ષિત અને સ્થિર દેશ હોય. આ પહેલા વિદ્યાર્થીઓ આ અંગે આટલું બધું વિચારતા નહોતા. હાલની સ્થિતિ પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓ રશિયામાં અભ્યાસ માટે જવાનું પસંદ નહીં કરે.

જાેકે, રશિયામાં ભારતના ૧૬,૦૦૦ કરતા વધારે મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય રશિયાના યુનિવર્સિટીઓ કે જેમણે કાઉન્સિલરનો સંપર્ક કર્યો છે તેઓ યુક્રેનમાં અભ્યાસ અધુરો રહી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને પોતાના ત્યાં આમંત્રણ આપવા અંગે મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નહોતા.

બેલારુસની ગ્રોડ્‌નો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ અફેર્સ વિભાગના એક ઈમેલમાં જણાવાયું છે કે, અમે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે તૈયારી છીએ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે અમે ઓનલાઈન બેઠક માટે પણ તૈયાર છીએ, કે જેથી તેઓ વિદ્યાર્થીઓની સાથે તેમનો પરિવાર પણ સમજી શકે કે શું આ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો જાેઈએ કે નહીં?

ડૉ. ઉમેશ ગુર્જર કે જેઓ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા અંગે રાહ જાેઈ રહ્યા છે તેમણે જણાવ્યું છે કે, કેટલીક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ્‌સ આપવા માટે કહી રહી છે, જેથી તેઓ વિદ્યાર્થીઓએ કેટલો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને કેટલા કલાક અભ્યાસના બાકી છે તે તે અંગેની સરખામણી કરી શકે.

વધુમાં ડૉ. ગુર્જરે સમજાવ્યું કે, મેડિકલના પહેલા વર્ષ માટે ડિસેમ્બર ૨૦૨૧માં યુક્રેન આવેલા વિદ્યાર્થીઓ સિવાય અન્ય તમામ વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે અન્ય યુનિવર્સિટીમાં જઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ આગળ હવે ક્યાં જવું તે અંગે વિચાર કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.