Western Times News

Gujarati News

૮ વખતના ધારાસભ્ય સતીશ મહાના યુપી વિધાનસભા અધ્યક્ષ હશે

લખનૌ, ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સતીશ મહાના ૧૮મી ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે. મહાનાએ સોમવારે અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી અને કોઈપણ વિપક્ષી દળે તેમની વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભર્યુ નથી.

ઉમેદવારી દાખલ કરવાનો અંતિમ સમય સોમવારે બપોરે ૨ કલાક સુધી હતી. મહાનાનેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે પ્રસ્તાવકોમાં જનસત્તા દળના રાજા ભૈયા પણ સામેલ હતા.

તેમના ચૂંટાવાની જાહેરાત આજે કરવામાં આવી હતી વિધાનસભા અધ્યક્ષની પસંદગી માટે નેતા વિપક્ષ અખિલેશ યાદવે પણ સતીશ મહાનાને સમર્થન આપ્યુ છે.

તેઓ યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં ઔદ્યોગિક વિકાસ મંત્રી હતા. સતીશ મહાના, જેમણે આ વર્ષે રાજ્ય વિધાનસભામાં પોતાની આઠમી ચૂંટણી જીતી છે, તેઓ કાનપુરની મહારાજપુર વિધાનસક્ષા સીટનું પ્રતિનિધિત્વ કરે છે.

મહત્વનું છે કે યુપી સરકાર ૨.૦ના શપથ ગ્રહણ દરમિયાન મંત્રીઓના લિસ્ટમાં સતીશ મહાનાનું નામ નહોતું ત્યારબાદ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેમને અધ્યક્ષ બનાવવામાં આવશે. ત્યારબાદ ભાજપ તરફથી તેમની ઉમેદવારી કરાવવામાં આવી.

સતીશ મહાના આઠમી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેઓ ૫ વખત કાનપુર કેન્ટથી ધારાસભ્ય રહી ચુકયા છે. કાનપુરની મહારાજપુર વિધાનસભા સીટથી તેઓ ૨૦૧૨થી ધારાસભ્ય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.