Western Times News

Gujarati News

આગામી ૩૧ માર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના સમાપ્ત થશે

નવીદિલ્હી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન આગામી ૧૮ મહિનામાં પૂર્ણ થશે.જેમાં સરકારે રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકલન માર્ગોના આધાર પર PMAY-U અંતર્ગત ૧.૧૫ ઘરોને મંજૂરી આપવામાં આવી છે જે માર્ચ ૨૦૨૨માં સમાપ્ત થઈ રહી છે અને આગામી ૧૮ મહિનામાં વિવિધ યોજનાઓ પૂર્ણ થઈ જશે.

૩૧ માર્ચ,૨૦૨૨ પછી ક્રેડિટ લિક્ડ સબસિડી યોજના ચાલુ રાખવાની સમીક્ષા પર વિચાર કરવામાં નથી આવી રહ્યો.જેમાં તેમણે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીની પરિકલ્પના જૂન ૨૦૧૫માં કરવામાં આવી હતી અને ઘરોની માગ એક કરોડના શરૂઆતી અનુમાન કરતા ઘણી આગળ નીકળી ગઈ છે.આ સંખ્યા વર્તમાનમાં ૧.૧૫ કરોડ છે અને ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રણ દિવસમાં તે વધુ આગળ નીકળી જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.