Western Times News

Gujarati News

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો, ધારાસભ્ય પદના શપથ લઈ શકશે નહીં

લખનૌ, જેલમાં બંધ સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે.તેઓ આજે વિધાનસભામાં જઈને ધારાસભ્ય પદના શપથ લઈ શકશે નહીં. વાસ્તવમાં, કોર્ટે જેલ પ્રશાસનની તે માંગને ફગાવી દીધી છે, જેમાં આઝમ ખાનને શપથ માટે વિધાનસભામાં જવાની મંજૂરી માંગવામાં આવી હતી.

અખિલેશ યાદવની સાથે સપાના નેતા આઝમ ખાને પણ તાજેતરમાં જ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ રામપુરથી લોકસભા સાંસદ હતા. જાે કે, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રામપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતા.

તેમણે આ સીટ પર ફરી જીત મેળવી છે. આઝમ ખાને વિધાનસભામાં જ રહેવાનો ર્નિણય લીધો છે. આવી સ્થિતિમાં તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

યુપી વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત તમામ ધારાસભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બાકીના ધારાસભ્યો આજે શપથ લીધા છે.

આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. અબ્દુલ્લા આઝમ ખાન રામપુરની સ્વાર બેઠક પરથી જીત્યા છે. જ્યારે મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી મૌ સદર બેઠક પરથી ધારાસભ્ય છે.

બીજી તરફ અબ્બાસ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલાહાબાદ હાઈકોર્ટે અબ્બાસ અન્સારીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે ચૂંટણી પંચ અને યુપી સરકારને ૨૭ એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. ખરેખર, અબ્બાસ અન્સારી પર ચૂંટણી પ્રચાર દરમિયાન અધિકારીઓને ધમકાવવાનો આરોપ હતો.

તેમણે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જાે સપાની સરકાર બનશે તો પહેલા અધિકારીઓનો હિસાબ કરવામાં આવશે, હું અખિલેશ યાદવ સાથે વાત કરીને આવ્યો છું કે ૬ મહિના સુધી અધિકારીઓની બદલી નહીં થાય. પહેલા તેઓનો હિસાબ લેવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.