Western Times News

Gujarati News

ઢોલનો નાદ સાંભળીને વ્યક્તિએ ગાંડાની જેમ ડાન્સ કર્યો

નવી દિલ્હી, લગ્ન અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. આ વિડીયોમાં ઘણી વખત એવી રમુજી વાતો જાેવા મળે છે કે જે જાેઈને તમે હસતા થઈ જાવ છો. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રોડની વચ્ચે એવો જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે કે જાેનારાઓ અચંબામાં પડી ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોને જાેઈને તમે હસવાનું રોકી નહીં શકો. એક હાય છે ઢોલના તાલે નાચવું પણ આ માણસ એક અલગ જ સ્તરે પહોંચી ગયો છે. નાચવા અને કૂદવાને બદલે તેણે જમીન પર પથરાઈને કરતબ બતાવવાનું શરૂ કર્યું અને પડોશીઓ આ હાહાકાર નૃત્યથી ભડકી ગયા. આ રીતે ડાન્સ કરવો દરેકને પસંદ હોય છે, પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય તેવો ડાન્સ કોઈ કરી શકતું નથી.

આ માણસ જાનમાં પહોંચ્યો અને ઢોલ વગાડવાનું શરૂ થયું કે તરત જ ખબર નહિ ક્યાંથી તે જમીન પર જાેર જાેરથી રોલ કરવા લાગે છે. આસપાસના લોકો તેને પકડીને ઊંચકે છે, પરંતુ આ વ્યક્તિ ડાન્સ કરવાનું બંધ કરતો નથી. જેણે પણ તેનો આ ડાન્સ જાેયો તે તેના કામ-ધામ છોડીને માત્ર અને માત્ર તેને ત્યાંથી દૂર કરવામાં વ્યસ્ત થઈ ગયા. આટલું છતા આ માણસ ડાન્સની ધૂનમાં કોઈનું સાંભળતો ન હતો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને  memecentral.teb નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેપ્શન મારવામાં આવ્યું છે કે જાે આ રીતે મારા લગ્નમાં ડાન્સ નહિ કરો તો ના આવતા. લોકો આ ફની વીડિયોને પસંદ કરી રહ્યાં છે.

૭ હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ્‌સ કરી છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ ઢોલ વગાડવાની વચ્ચે આ વ્યક્તિને જાેઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આવા મિત્રોને લગ્નમાં બોલાવવા જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.