Western Times News

Gujarati News

આરએસએસ દ્વારા પ્રબુદ્ધ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

File Photo

(પ્રતિનિધિ) ગોધરા, સ્વતંત્રતામાં પંચમહાલ જીલ્લાનું યોગદાન અંતર્ગત ગોધરામાં આરએસએસ દ્વારા પ્રબુદ્ધ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો . રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ૧૯૫૨ થી રાષ્ટ્ર નિર્માણ કાર્ય કરી રહ્યું છે .

રાષ્ટ્રનિર્માણના કાર્યને દ્રઢતાથી વધારવા માટે સમાજ જીવનમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યકિતની સહભાગિતા અનિવાર્ય છે . જેના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( સંપર્ક વિભાગ ) પંચમહાલ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ .

સ્વંતત્રતામાં પંચમહાલ જિલ્લાનું યોગદાન વિષય ઉપર પ્રોફેસર અને અધ્યક્ષ , ઇતિહાસ વિભાગ , ગુજ . યુનિ.અમદાવાદના ર્ડા . અરૂણ વાધેલા ખાસ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને અનુરૂપ ગોષ્ઠિ કરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.