Western Times News

Gujarati News

હેલ્થ ઈનશ્યોરન્સ લીધા પછી, સુપર ટોપ અપ પ્લાન કોણે ખરીદવો જોઈએ?

સ્વાસ્થ્ય જ સાચું સુખ – સુપર ટોપ અપ પ્લાન માટેની જરૂરિયાતના કારણો

તમે હાલની હેલ્થ પોલિસીને રિન્યૂ કરાવવાના સમયે સુપર ટોપ અપ પ્લાન લઈ શકો છો, અથવા જો તમે નવો સુપર ટોપ પ્લાન ખરીદવા ઇચ્છો, તો મુખ્ય હેલ્થ વીમાયોજના સાથે ખરીદી શકો છો.

આ બાબત ભાગ્યે જ કોઈ પણ માટે નવાઈ ઉપજાવે એવી છે કે, કોવિડ-19ને કારણે દુનિયાભરના લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપવાની શરૂઆત કરી છે. વાયરસની અનિશ્ચિત પ્રકૃતિ એવી સ્થિતિ તરફ દોરી ગઈ છે, જેમાં હવે લોકો બધી બાબતો માટે બેકઅપ પ્લાન ધરાવે છે, ખાસ કરીને જ્યારે સ્વાસ્થ્ય અને નાણાકીય સુખાકારીની વાત આવે ત્યારે.

જ્યારે અંગત હેલ્થ વીમાયોજના ધરાવવી હાલના સ્થિતિસંજોગોમાં નાણાકીય રીતે સમજુ પગલું છે, ત્યારે જો ગુણવત્તાયુક્ત હેલ્થકેરની સુલભતા માટે વીમાકૃત રકમ પર્યાપ્ત ન હોય તો શું? નસીબજોગે તમે આ પ્રકારની સમસ્યા ટાળી શકો છો અને સુનિશ્ચિત કરી શકો છો કે, વ્યક્તિના હાલની હેલ્થ વીમાયોજનામાં વધારો કરે એવા વિકલ્પોનો વિચાર કરીને જરૂરિયાતના સમયે તેઓ પર્યાપ્ત વીમાકવચ ધરાવે છે, તેવો મત મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શશાંક ચાફેકરે વ્યક્ત કર્યો હતો.

સૌથી વાજબી વિકલ્પ છે – તમારા હાલની હેલ્થ વીમાયોજનાને સુપર ટોપ અપ પ્લાન સાથે અપગ્રેડ કરવી.

સુપર ટોપ અપ પ્લાન શું છે?

સુપર ટોપ અપ નાણાં સામે શ્રેષ્ઠ મૂલ્ય આપતો પ્લાન છે, જે ખાસ વ્યક્તિઓની વીમાની વધારીની જરૂરિયાતો પૂરી કરવા અને પરિવારને હેલ્થકેરની વધારાની જરૂરિયાતો પૂરી કરવા ડિઝાઇન કરવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે તબીબી ખર્ચમાં અતિશય વધારો થઈ રહ્યો છે ત્યારે. નામ મુજબ, સુપર ટોપ અપ હેલ્થ પ્લાન તમારી વીમાકૃત રકમને વધારીને હાલની હેલ્થ વીમાયોજનાને ‘ટોપ્સ અપ’ કરે છે

અને જ્યારે તમારું હાલના કવચ અંતર્ગત વીમાકૃત રકમ પૂરી થાય છે, ત્યારે સુપર ટોપ અપ પ્લાન કાર્યરત થાય છે. આ રીતે સુપર ટોપ અપ હેલ્થ વીમાયોજના સુનિશ્ચિત કરે છે કે, તમે આરોગ્યલક્ષી કટોકટીઓનો સામનો કરવા વધારે સારી રીતે સજ્જ છો. ઉપરાંત તમારી હાલની હેલ્થ વીમાયોજનાની સરખામણીમાં ઓછું કવચ ઓફર કરતી હોવાથી સુપર ટોપ અપ પ્લાન સસ્તો છે. એટલે સુપર ટોપ અપ પ્લાન તમારા હાલનાં હેલ્થ વીમાકવચને અપગ્રેડ કરવા વાજબી ખર્ચ ધરાવતું માધ્યમ છે.

તમારે શા માટે સુપર ટોપ હેલ્થ વીમાયોજના ખરીદવી જોઈએ?

ચોક્કસ, હેલ્થકેરનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે તમારે સમયેસમયે તમારી હેલ્થ વીમાયોજનાને અપગ્રેડ કરવા વિચાર કરવો જોઈએ. આ માટે વિવિધ રીતો છે, જેમાં તમે તમારી હેલ્થકેર યોજનાઓને અપગ્રેડ કરી શકો છો. હાલની પોલિસીના કવચમાં વધારો કરવાથી લઈને તમારા પોર્ટફોલિયોમાં નવી પોલિસી ઉમેરવા સુધીના વિવિધ વિકલ્પોનો વિચાર તમે કરી શકો છો.

જોકે શ્રેષ્ઠ વિકલ્પ સુપર ટોપ અપ હેલ્થ વીમાયોજના માટેની પસંદગી કરવાનો રહેશે. જ્યારે વીમાકવચ વધારવા કે નવા પ્લાન માટે ખર્ચ વધારે આવે છે, ત્યારે સુપર ટોપ અપ પ્લાન તમારા હાલની હેલ્થ વીમાયોજનામાં વધારાનું સુરક્ષાકવચ ઓફર કરે છે, જે અનિશ્ચિતતાના કિસ્સોમાં તમને નાણાકીય મુશ્કેલીમાંથી બચાવવાની સાથે પ્રમાણમાં ઓછો ખર્ચ ધરાવે છે.

તમે હાલની હેલ્થ પોલિસીને રિન્યૂ કરાવવાના સમયે સુપર ટોપ અપ પ્લાન લઈ શકો છો, અથવા જો તમે નવો સુપર ટોપ પ્લાન ખરીદવા ઇચ્છો, તો મુખ્ય હેલ્થ વીમાયોજના સાથે ખરીદી શકો છો.

સુપર ટોપ અપ પ્લાનના કેટલાંક વિશિષ્ટ ફાયદા શું છે?

બજારમાં ઉપલબ્ધ કેટલાંક સુપર ટોપ અપ પ્લાન્સ રૂ. 1 લાખથી રૂ. 30 લાખ વચ્ચેની રેન્જમાં વીમાકૃત રકમ ઓફર કરે છે. તેઓ કેટલીક અતિ ઉપયોગી ખાસિયતો સાથે પણ આવે છે. તેમાંથી એક છે – ગેરન્ટેડ કન્ટિન્યૂઇટી બેનિફિટ.

ઉદાહરણ તરીકે, તમે તમારી નોકરી છોડો અને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો એવી સંભાવના છે, જેના કારણે તમે તમારી કોર્પોરેટ પોલિસી ગુમાવો છો કે તમારો જૂનો પ્લાન વધારે ઉપયોગી ન રહે. અહીં ગેરેન્ટેડ કન્ટિન્યૂઇટી બેનિફિટ તમને મદદરૂપ થશે. જોકે એના ભાગરૂપે તમારે સાધારણ ફીમાં બેઝ પોલિસી અગાઉથી ખરીદવાની જરૂર છે.

તમારે ત્રણ વર્ષ માટે આ ફી ચુકવવી પડશે, પણ ચોથા વર્ષમાં બેઝ પોલિસી એક્ટિવેટ થાય છે. એમાં વધારાનો કોઈ ખર્ચ આવતો નથી, પછી ભલે તમારી આરોગ્યની સ્થિતિ ગમે તેવી હોય અને તેમાં વધારાનો કોઈ વેઇટિંગ પીરિયડ પણ સામેલ નથી. તમે કોઈ પણ પ્રકારનો રૂમ પણ પસંદ કરી શકો છો.

સુપર ટોપ અપ પ્લાન કોણે ખરીદવો જોઈએ?

ઘણા લોકો હાલની હેલ્થ વીમાયોજના સાથે વધારાનું વીમાકવચ મેળવવા સુપર ટોપ અપ પ્લાન્સ ખરીદે છે. સુપર ટોપ અપ હેલ્થ વીમાયોજનાની ખરીદી નીચેની સ્થિતિમાં કરી શકાશે.

અપૂરતું કોર્પોરેટ વીમાકવચ:

મોટા ભાગના નોકરિયાત લોકો તેમની કંપનીઓએ પ્રદાન કરેલું કોર્પોરેટ હેલ્થ વીમાકવચ ધરાવે છે. પણ ઘણી વાર આ કોર્પોરેટ કવચ સંપૂર્ણ પરિવાર માટે પૂરતું હોતું નથી, ખાસ કરીને હેલ્થકેરના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને. સુપર ટોપ અપ પ્લાન અનપેક્ષિત તબીબી જરૂરિયાતોના સમયમાં વધારાની નાણાકીય રાહત આપી શકે છે.

ઘણી વાર લોકો માને છે કે, તેઓ તાત્કાલિક આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા પર્યાપ્ત બચત ધરાવે છે. પણ તેઓ કેટલીક વાર બચત કરેલા ફંડનો ઉપયોગ અન્ય નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા કરી શકે છે, જેમ કે બાળકના શિક્ષણ, મિલકતની ખરીદી કરવા, લગ્ન વગેરે. અથવા એવી સ્થિતિ ઊભી થઈ શકે, જેમાં મોટા આકસ્મિક ખર્ચને પૂર્ણ કરવા બચત પર્યાપ્ત ન હોય. સુપર ટોપ અપ સાથે મૂળભૂત હેલ્થ વીમાયોજના તમને નાણાકીય ચિંતા ટાળવા ઊંચી વીમાકૃત રકમ માટે કવચ જાળવી શકે છે.

સુપર ટોપ અપ હેલ્થ વીમાયોજના હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવામાં થતાં ખર્ચને આવરી લેવા નિયમિત વીમાયોજનાની જેમ કામ કરે છે, પણ “ડિડક્ટિબ્લ” પછી જ. ડિડક્ટિબ્લ કે પ્રારંભિક મર્યાદા વીમાની દાવાની રકમનો એ ભાગ છે, જેને કવચ આપવાની વીમાકંપનીને જરૂર નથી. પોલિસીધારકને પ્લાનના લાભ શરૂ થાય એ અગાઉ એના માટે ચુકવણી કરવી પડે છે.

આ ડિડક્ટિબ્લ જેટલી વધારે એટલું પોલિસીનું પ્રીમિયમ ઓછું. આ પ્રકારની ખાસિયતો સુપર ટોપ અપ પ્લાનને અતિ વાજબી બનાવે છે અને તમે ઓછા ખર્ચ તમારી વીમાકૃત રકમ વધારી શકો છો. ઉપરાંત અન્ય કોઈ પણ હેલ્થ વીમાયોજનાની જેમ સુપર ટોપ અપ પ્લાન આવકવેરા ધારાની કલમ 80ડી અંતર્ગત ચુકવવામાં આવતા પ્રીમિયમ પર કરમુક્તિનો લાભ પણ આપે છે.

હવે તમે સુપર ટોપ અપ હેલ્થ વીમાયોજના ખરીદવાના વિવિધ ફાયદાથી પરિચિત હોવાથી કોઈ પણ તબીબી કટોકટીનો સામનો કરવા સજ્જ થવા તમારી હાલની હેલ્થ વીમાયોજનાને વધારશો એ નક્કી છે. છેવટે હેલ્થ હૈ તો લાઇફ હૈ….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.