Western Times News

Gujarati News

મ્યુનિ.ડે.હેલ્થ ઓફીસર સામે માહિતી આયોગ લાલઘૂમ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળ દરમ્યાન કેન્દ્રની સંખ્યા, ખર્ચ, મરણ સંખ્યા સહિત અનેક પ્રકારની માહિતી અધિકારીઓ દ્વારા છુપાવવામાં આવતી હતી. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અંતર્ગત માહિતી માંગવાના આવી હોય તેમ છતાં જવાબદાર અધિકારીઓ “ગળે ન ઉતરે” તેવા કારણો દર્શાવી માહિતી આપતા નહતા.

મ્યુનિ.કોર્પાેરેશનના એક ડે.હેલ્થ ઓફીસર દ્વારા કોરોના દર્દીઓની મરણ સંખ્યા અંગે આ જ પદ્ધતિથી માહિતી આપવામાં આવી નહતી. તેતી સમગ્ર મામલો રાજ્ય માહિતી આયોગમાં પહોંચ્યો હતો. જ્યાં ડે.હેલ્થ ઓફીસરને માહિતી છુપાવવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો તથા ૧૫ દિવસમાં માહિતી આપવા હુક્મ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના સામાજિક કાર્યકર પંકજભાઈ ભટ્ટે વર્ષ ૨૦૧૯-૨૦૨૨ તથા ૨૦૨૧ના પ્રથમ છ માસ દરમ્યાન શહેરમાં થયેલા જન્મ અને મરણની આંકડાકીય માહિતી રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અંતર્ગત માંગી હતી. પરંતુ માહિતી અધિકારી ડે.હેલ્થ ઓફીસર ડો.દિવ્યાંગભાઈ ઓઝાએ “પુષ્કળ માહિતી” અને “ત્રાહિત વ્યક્તિ”ની માહિતી હોવાથી વિગતો આપી શકાય તેમ નથી તેવા જવાબ આપ્યા હતા.

અરજકર્તા દ્વારા આ અંગે અપીલ કરવામાં આવી હતી. જેમાં પણ ડેપ્યુટી હેલ્થ ઓફીસરની કર્મચારી યોગ્ય હોવાનું જણાવી અરજી દફતરે કરવામાં આવી હતી તેથી સમગ્ર મામલો રાજ્ય માહિતી આયોગમાં પહોંચ્યો છે.

રાજ્ય માહિતી આયોગે ૨૯ માર્ચે આ અંગે સુનાવણી કરી હતી જેમાં ડે.હેલ્થ ઓફીસરના વલણને તથા માત્ર આંકડાકીય માહિતી માંગી હોવા છતાં ત્રાહિત પક્ષકાર અને પુષ્કળ માહિતી શા માટે જાહેર કરવામાં આવી છે ? તેવો પ્રશ્ન પણ જવાબદાર અધિકારીને કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. ડે.હેલ્થ ઓફીસર દ્વારા ઈરાદાપૂર્વક માહિતી આપવામાં આવી ન હોવાથી નોંધ પણ આયોગે લીધી હતી. તેમજ કલમ ૨૦ હેઠળ તેમની સામે કાર્યવાહી શા માટે ના કરવી ? તેની લેખિત તેમજ મૌખિક સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. તેમજ અરજદારને માંગવામાં આવી છે. તેમજ અરજદારને જરૂરી માહિતી ૧૫ દિવસમાં મોકલી આપવા પણ આયોગ દ્વારા હુક્મ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.