Western Times News

Gujarati News

ગુજરાત એક્સપ્રેસ અને ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનોમાં જોડાશે વધારાના કોચ

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનોમાં એક-એક વધારાના એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:

1.  ટ્રેન નંબર 22953/22954 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં 3 એપ્રિલ 2022થી મુંબઈ સેન્ટ્રલથી તથા 1 એપ્રિલ 2022 થી અમદાવાદથી એક વધારાનો એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે।

2.  ટ્રેન નંબર 19033/19034 અમદાવાદ-વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ  ટ્રેનમાં 01 એપ્રિલ 2022થી અમદાવાદથી તથા 02 એપ્રિલ 2022થી વલસાડથી એક વધારાનો એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે।


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.