Western Times News

Gujarati News

જૂની પેન્શન યોજના ચાલુ કરવા આમોદ તાલુકા શિક્ષક સંઘની માંગણી

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ)ભરૂચ, આજ રોજ ગુજરાત કર્મચારી સંયુક્ત મોર્ચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અને નેજા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યનાં કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગણી સાથે બ્લેક ફ્રાઈડે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી રહેલ છે.જેમાં સમગ્ર આમોદ તાલુકાના શિક્ષકો પણ જોડાયા હતાં.
આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા સરકાર પાસે જુની પેન્શન યોજના ચાલુ કરવા માટેની માંગણી કરે હતી.ભારતમાં છત્તીસગઢ અને રાજસ્થાન સરકારે જુની પેન્શન યોજના ચાલુ કરી આપેલ છે.તો ગુજરાત કેમ પાછળ?તેવોતીખો સવાલ રાજ્ય સરકારને કર્યો હતો.સમગ્ર દેશમાં ગુજરાત આગવી હરોળમાં અને પ્રગતિના પથ ઉપર છે તેમજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે.તો સત્વરે જુની પેન્શન યોજના ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવે એવી શિક્ષકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ લાગણી અને માંગણી હતી.
આ બાબતે આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દશરથ ચૌધરીએ જણાવ્યું હતું કે આમોદ તાલુકાના તમામ શિક્ષકોએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ફ્રાઈડે ઉજવ્યો છે.
આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ઇલ્યાસ પટેલે જણાવ્યું હતું કે પહેલી એપ્રિલ ૨૦૦૫ પછી ગુજરાતમાં જૂની પેન્શન યોજના બંધ કરી NPS માં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતનો કોઈ કર્મચારી રીટાયર્ડ થાય ત્યારે માત્ર ૧૮૦૦-૨૦૦૦ જેટલું પેન્શન મળે છે.જ્યારે જૂની પેન્શન યોજનામાં ૫૦ ટકા પગાર અને મોંઘવારી મળે જેથી નિવૃત કર્મચારી પાછળનું જીવન પોતાના પરિવાર સાથે ખૂબ સારી રીતે પસાર કરી શકે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.