Western Times News

Gujarati News

૨૦૨૨ના પ્રથમ ત્રણ માસમાં સૌથી વધુ કમાણી અદાણીએ કરી

નવી દિલ્હી, તાજેતરમાં બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં જાે કોઈએ ઉદ્યોગપતિએ વધુ કમાણી કરી હોય તો તે અમેરિકા કે યુરોપના ઉદ્યોગપતિ નહીં પરંતુ ભારતીય અને ગુજરાતના ઉદ્યોગપતિનું નામ છે, આ નામ છે અદાણી ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર ગૌતમ અદાણીનું.

તેમણે ટેસ્લાના ઈલોન મસ્ક, એમેઝોનના જેફ બેઝોસ અને બિલ ગેટ્‌સ તેમજ વરન બફેટ કરતાં પણ વધારે ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં કમાણી કરી છે. યર ટુ ડેટ આધારે અદાણીએ ૨૧.૧ બિલિયન ડોલરનો પોતાની સંપત્તિમાં વધારો કર્યો છે.

જેના બાદ બીજા નંબરે મુકેશ અંબાણી છે જેમણે ૮.૨૪ બિલિયન ડોલરની કમાણી આ જ સમયગાળામાં કરી છે. અંબાણી અને અદાણી એશિયાના ટોચના ધનવાન છે.

અહીં નોંધવું રહ્યું કે બ્લુમબર્ગના ધનકુબેરોના ઇન્ડેક્સમાં રહેલા ટોપ ૧૦ પૈકી ૮ ધનકુબેરો અમેરિાકના છે જ્યારે બે નોન અમેરિકનમાં એક ફ્રેન્ચમેન બેર્નાર્ડ એર્નોલ્ટ ત્રીજા નંબરે અને મુકેશ અંબાણી ૯૮.૨ બિલિયન ડોલરની નેટવર્થ સાથે દસમા નંબરે છે. જેના બાદ ૧૧માં નંબરે અદાણી ૯૭.૬ બિલિયન ડોલરની નેટવર્થ સાથે અદાણી છે. જાેકે તેમણે વર્ષ ૨૦૨૨ના ત્રણ મહિનામાં પોતાની સંપત્તિમાં ૨૭ ટકાનો વધારો કર્યો છે.

જાેકે ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ ભારતના સૌથી ધનવાન બે વ્યક્તિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલરના માર્કને ક્રોસ કરી ચૂકી છે. તેમની સંપત્તિ વચ્ચનો તફાવત પણ ઓછો થયો છે અને તે ૩૦૦ મિલિયન ડોલર જેટલો જ રહ્યો છે.

ફોર્બ્સના લિસ્ટ મુજબ ૧ એપ્રિલના રોજ અદાણીની સંપત્તિ ૧૦૧.૮ બિલિયન ડોલર છે જ્યારે અંબાણીની સંપત્તિ ૧૦૦.૫ બિલિયન ડોલર છે. બ્લૂમબર્ગ્સ ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલેન મસ્ક છે, જેની કુલ સંપત્તિ ઇં૨૭૧ બિલિયન છે, તેણે ઇં૧.૧૪ બિલિયનની કમાણી કરી છે.

આ યાદીમાં મસ્કને પાછળ રાખનાર જેફ બેઝોસને આ વર્ષે અત્યાર સુધીમાં ઇં૪.૩૦ બિલિયનનું નુકસાન થયું છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સે ઇં૪.૪૮ બિલિયન ગુમાવ્યા. બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફેટ ઇં૧૨૮ બિલિયનની નેટવર્થ ધરાવે છે અને વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ઇં૧૮.૭ બિલિયન કમાવામાં સફળ રહ્યા છે.

આ યાદીમાં અન્ય કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે જેમાં અઝીમ પ્રેમજીનું નામ પણ છે, જેઓ ઇં૩૪.૪ બિલિયનની નેટવર્થ સાથે ૩૬મા સ્થાને છે, શિવ નાદર ઇં૨૮.૯ બિલિયનની નેટવર્થ સાથે ૪૬મા સ્થાને છે, રાધાકિશન દામાણી ઇં૨૦.૭ બિલિયનની નેટવર્થ સાથે ૭૫ નંબર પર છે અને લક્ષ્મી મિત્તલ ઇં૨૦.૨ બિલિયનની નેટવર્થ સાથે ૭૮માં નંબર પર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.