Western Times News

Gujarati News

નાસિક પાસે જયનગર એક્સપ્રેસના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતર્યા

નાસિક, મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ જયનગર એક્સપ્રેસના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત બપોરે ૩.૧૫ વાગ્યાની આસપાસ થયો હતો.

ડાઉન લાઇન પર, નાસિક નજીક લહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર ૧૧૦૬૧ એલટીટી-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ના ૧૦ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ હતી.

મળતી માહિતી મુજબ ભુસાવલ ડિવિઝનના નાસિક પાસે ટ્રેનના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેની માહિતી રેલવેને તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અકસ્માત બાદ જારી કરાયેલા હેલ્પલાઈન નંબરો સીએમએમ-૦૨૨-૨૨૬૯૪૦૪૦,સીએમએમટી- ૦૨૨-૬૭૪૫૫૯૯૩,નાશિક રોડ – ૦૨૫૩-૨૪૬૫૮૧૬,ભુસાવલ – ૦૨૫૮૨-૨૨૦૧૬૭ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ ૫૪૧૭૩ છે જે ટ્રેનો ખોરવાઈ ગઈ છે તેમાં ૧૨૬૧૭ નિઝામુદ્દીન મંગલા એક્સપ્રેસ,૧૨૦૭૧ જાલના જનશતાબ્દી એક્સપ્રેસ,૧૨૧૮૮ જબલપુર ગરીબરથ,૧૧૦૭૧ વારાણસી એક્સપ્રેસ,૦૧૦૨૭ એલટીટી-ગોરખપુર સમર સ્પેશિયલ જયારે જે ટ્રેનને ડાયવર્ટ કરી છે તેમાં ૨૨૨૨૧ નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ વાયા દિવા-વસાઇ નો સમાવેશ થાય છે.

રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માહિતી અને પ્રચાર) ગૌરવ કૃષ્ણ બંસલે જણાવ્યું કે આ અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.