Western Times News

Gujarati News

લેબર કમિશ્નર કચેરીમાં પટાવાળાએ ૨૨ લાખનું કૌભાંડ આચર્યું

પટાવાળાએ બોગસ રબર સ્ટેમ્પનો ગેરકાયદેસર ઉપયોગ કરી ઊંચાપત કરી ૪૧ પૈકી કેટલાક લોકો પાસેથી ગુગલ પે થી પણ પટાવાળાએ રૂપિયા લીધા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાની બહુમાળી બિલ્ડિંગમાં આવેલ લેબર કમિશનરની કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે પટાવાળામાં ફરજ નિભાવનારા બીપીન વસાવા કચેરીના લેબર કમિશ્નર જયેશ મકવાણાને અંધારામાં રાખી કચેરીમાં આવતા અરજદારો પાસેથી લાઈસન્સ અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા અને રબર સ્ટેમ્પ તથા બોગસ દસ્તાવેજાે ઉભા કરી ૨૨,૧૧,૮૪૦ લાખ રૂપિયાનો કચેરીને ચૂનો ચોપડવાના પ્રકરણમાં લેબર કમિશનરને ભરૂચ એડિસન પોલીસ મથકે પટાવાળા સામે ગુનો દાખલ કરાવ્યો છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ભરૂચની લેબર કચેરીના કમિશ્નર જયેશભાઈ મકવાણા ફરિયાદ નોંધાવી છે.જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જે ઓક્ટોબર ૨૦૧૫ થી સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટરોને લાઈસન્સ લેવું હોય તો ઓનલાઈન અરજી કરવાની રહે છે.

જેના માટે કચેરી માંથી જેટલા લેબરો નું લાયસન્સ જે કોન્ટ્રાકટરોએ લેવાનું હોય તેઓએ કચેરીનો સંપર્ક કરવાનું હોય છે અને પ્રથમ એક રજીસ્ટાર માં તેની નોંધ કરી સરકારના નિયમ મુજબ સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની હોય તે મજૂરો લેખે જે રકમ થતી હોય તેનું ચલણ કચેરીમાંથી લેવાનું હોય છે

અને કચેરી દ્વારા બેંક ઓફ બરોડા સ્ટેશન રોડ ભરૂચ ખાતે એકાઉન્ટ પણ ખોલી આવેલ હતું અને આ એકાઉન્ટ માં ચલણી રકમ જમા કરવાની હોય છે અને આ રકમ કોન્ટ્રાક્ટર વર્ષ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર જે તે કોન્ટ્રાક્ટરને પરત કરવાની રહે છે અને દસ્તાવેજાેની ખરાઈ કર્યા બાદ ઓનલાઈન લાયસન્સ ડિજિટલ સહીથી મંજૂર કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો નું કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટ સિક્યુરિટી ડિપોઝિટ નાણા પરત મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન આપે છે.જેની ખાતરી કર્યા બાદ તેઓને ડિપોઝિટ નાણાં ચેકથી પરત આપવામાં આવતા હોય છે.

ભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં કાર્યરત લેબર કમિશ્નરની કચેરીમાં જાન્યુઆરી ૨૦૧૭ આઉટસોર્સિંગ પટાવાળા તરીકે બિપિનકુમાર રમેશભાઈ વસાવા રહેશ સર્વોદય સોસાયટી નંદેલાવ રોડ ભરૂચનાઓ ફરજ બજાવે છે તેઓ હાલમાં એન્ટરપ્રાઈઝ નામની એજન્સીના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને બે કોન્ટ્રાક્ટરોની રિફંડની અરજી આવી હતી.

જેમાં એક પણ ઉપર બેંકનું ક્લિયરિંગ તથા બીજા ચલણ પર બેન્કનો ટ્રાન્સફરનો સિક્કો લાગેલ હતો આથી આ બે સિક્કા અલગ કેમ છે અને તેનો મતલબ શું છે તે બાબતે બેંકમાં ખાતરી કરતાં બેંક તરફથી જાણવા મળેલ કે ક્લિયરિંગનો સિક્કો જ્યારે બેંકમાં ચેક જમા કરાવો ત્યારે જ આપવામાં આવે છે.

જ્યારે ટ્રાન્સફર નો સિક્કો જ્યારે ચેકમાં જણાવેલ રકમ જમા થાય ત્યારે લગાડી આપવામાં આવે છે.તેમ જાણવા મળતા લેબર કમિશનરને શંકા થઈ હતી કે કોન્ટ્રાક્ટરો નો ચેક પરત થયેલ હોય અથવા બાઉન્સ થયેલ હોય તો કચેરીએ આ બાબતની જાણકારી બેંક તરફથી આપવામાં આવતી નથી

અને આ બાબતના સ્ટેટમેન્ટ ચકાસણી કરતા કેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લાયસન્સ મેળવવા માટે બેંક તરફથી રકમ ભર્યા અંગેના સિક્કા વાળા ચલણની નકલ રજુ કરેલ હતી જે અંગે ના રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલ ન હતા.ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા ૪૧ કોન્ટ્રાકટરો દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીઓમાં બેંક ઓફ બરોડા સ્ટેશન રોડ

ભરૂચમાં રકમ જમા કરાવ્યા અંગેના બેંકના સિક્કા સ્ટેમ્પ સાથેના ચલણ ભીંડા રાખેલ હતા પરંતુ ચરણ માં જણાવેલ અનામતની રકમ એકાઉન્ટમાં જમા થયેલ ન હતી.પરંતુ તે સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવતા કચેરીના પટાવાળાએ કૌભાંડ આચર્યું હોવાનું ફલિત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.