Western Times News

Gujarati News

પાસપોર્ટ અપોઈન્ટમેન્ટ માટે વધુ દિવસ રાહ નહીં જોવી પડે

અમદાવાદ, અમદાવાદ રીજનલ પાસપોર્ટ ઓફિસે ૧ જાન્યુઆરીથી ૭ એપ્રિલની વચ્ચે ૧.૪૬ લાખ પાસપોર્ટ ઈશ્યૂ કર્યા હતા.

આ સમય દરમિયાન ઓફિસને ૧.૫૪ લાખ અરજી મળી હતી. અરજી દાખલ કર્યાના ૨૪ કલાકની અંદર હવે અપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ છે, કારણ કે RPO હવે શનિવારે પણ કામ કરે છે.

અમદાવાદના રીજનલ પાસપોર્ટ અધિકારી વરેન મિશ્રાએ જણાવ્યું હતું કે, અપોઈન્ટમેન્ટ બાદ પ્રતીક્ષા સમય ઘટાડવામાં આવ્યો છે અને પાસપોર્ટ ઈશ્યૂ કરવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મિશ્રાએ કહ્યું હતું કે, સ્ટાફ રજાના દિવસે, ખાસ કરીને શનિવારે પણ કામ કરે છે.

છેલ્લા ૧૦ મહિનામાં સ્ટાફે ૧૪ શનિવારે કામ કર્યું હતું અને તેનાથી અમદાવાદ RPO ને ઝડપથી એપ્લિકેશનનો નિકાલ કરવામાં કરવામાં મદદ મળી છે.

મિશ્રાએ ઉમેર્યું હતું કે પ્રાપ્ત થયેલી અરજીઓમાંથી ૯૪.૮% પર પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉના અરજદારો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ RPO પર પૂછપરછ કરી શકતા હતા. પરંતુ હવે સોમવારથી શુક્રવાર સુધી ઈન્ક્‌વાયરી કરી શકે છે.

RPO ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓફિસમાં ૪૫ ટકા કર્મચારીઓની અછત હોવા છતાં ઝડપથી કામ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઘણા દેશો દ્વારા કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓ અને જેઓ વિદેશમાં કામ કરવા માગે છે તેઓ પાસપોર્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે.

ધસારાના કારણે ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં અમદાવાદ RPO દ્વારા જાહેર કરાયેલા પાસપોર્ટની સંખ્યામાં ૩૩ ટકાનો વધારો થયો હતો.

RPO એ ૨૦૨૦માં ૩.૧૯ લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા અને ૨૦૨૧માં આ સંખ્યા વધીને ૪.૨૩ લાખ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ૨૦૨૧ના પહેલા ત્રણ મહિનાની સરખામણીમાં ઈશ્યૂ કરાયેલા પાસપોર્ટની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીજી લહેરમાં ઘણા કર્મચારીઓનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ ઓફિસ ખુલ્લી રહી હતી. હકીકતમાં, અમદાવાદ RPO ને મધ્યપ્રદેશ, રાજસ્છાન અને મહારાષ્ટ્રથી પણ અરજદારો મળ્યા હતા, કારણ કે તે એ સમયગાળામાં દેશમાં કાર્યરત એવી ઓછી પાસપોર્ટ ઓફિસોમાંથી એક હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.