Western Times News

Gujarati News

 ઇન્સેન્સ મીડિયા એક્સપો-2022નો પ્રારંભ, અગરબત્તી, ફ્રેગરન્સ, સોપ અને ડિટર્જન્ટનો મેગા ટ્રેડ ફેર 

અમદાવાદ, અગરબત્તી, ફ્રેગરન્સ, સોપ અને ડિટર્જન્ટના મેગા ટ્રેડ ફેર ઇન્સેન્સ મીડિયા એક્સપો 2022નું આજે એકા ક્લબ, કાંકરિયા ખાતે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના સામાજિક, ન્યાય અને અધિકારિતા પ્રધાન શ્રી પ્રદિપ પરમાર આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બે  દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ભારત તથા 6 દેશોના 6000થી વધુ ટ્રેડ વિઝિટર્સ ભાગ લેશે તેમજ 150 જેટલાં એક્ઝિબિટર્સ તેમની પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરશે. ઇન્સેન્સ મીડિયા એક્સપો-2022 ઇન્સેન્સ મીડિયાની ફ્લેગશીપ ઇવેન્ટની ‘ઇન્ટરનેશનલ અગરબત્તી એન્ડ પરફ્યુમ એક્સપો’ની 6ઠ્ઠી આવૃત્તિ

તથા સોપ અને ડિટર્જન્ટ ઉદ્યોગની ભારતની સૌથી મોટી ઇવેન્ટ ‘ઇન્ટરનેશનલ સોપ એન્ડ ડિટર્જન્ટ એક્સપો’નું મિશ્રણ છે. આ પહેલાં 5 અને 6 માર્ચના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ કોવિડની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને તેને થોડાં સમય માટે મુલતવી રખાઇ હતી.

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં ઇન્સેન્સ મીડિયા એક્સપો- 2022ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીના બે વર્ષને કારણે સર્જાયેલા પડકારનો સામનો કર્યાં બાદ આપણે ફરી એકવાર સામાન્ય જીવન તરફ વળી રહ્યાં છીએ. અમે અમદાવાદમાં બે દિવસીય એક્સપોના પ્રારંભથી ખૂબજ ઉત્સાહિત છીએ.

આ એક્સપોનો મૂળ ઉદ્દેશ્ય વિવિધ સેગમેન્ટમાં કાર્યરત કંપનીઓને તેમની પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો, નેટવર્કિંગની તકો વિકસાવવાનો તથા તેમના વ્યવસાયને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં મદદરૂપ બનવાનો છે. મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો આ એક્સપોની મુલાકાત લેશે અને તેને સફળ બનાવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.