Western Times News

Gujarati News

સ્માર્ટસીટીની સ્માર્ટ શાળાઓની બદતર સ્થિતિ

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડ હસ્તકની ૪૪૦ શાળાઓના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શાળાના બિલ્ડીંગોના શૌચાલયો, સ્માર્ટ કરવામાં આવતા દાવાઓ વચ્ચે કામ્પ્યુટર સહિતના ઉપકરણોની દયનીય સ્થિતિ તેમજ શાળામાં એક જ વર્ગ ખંડમાં એકસાથે બે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવા, પીવાના પાણી તેમજ સેનીટેશન જેવા મુદ્દાઓ ઉપર સ્માર્ટ શાળાના કરવામાં આવતા દાવા પોકળ સાબિત થયા છે.

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ બહેરામપુરા શાળા નં.૧૩ તેમજ રખીયાલ વોર્ડમાં મ્યુનિસિપલ શાળાની મુલાકાત લેવામાં આવી એ સમયે અનેક પ્રકારની અવ્યવસ્થા ઉજાગર થવા પામી હતી.

શાળામાં એક જ વર્ગખંડમાં ધોરણ-૮ અને ધોરણ-૨ના વિદ્યાર્થીઓને એકસાથે અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો ઉપરાંત વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડ પર લખેલુ વાંચવા કહેવામાં આવ્યું ત્યારે બાળકો તે વાંચી પણ શક્યા ન હતા.

સ્કુલ બોર્ડ હસ્તકની શાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે બાળકોને તે પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી ખૂબ જ ગંદી અને બદતર હાલતમાં જાેવા મળી આ શાળામાં અભ્યાસ કરી રહેલા ધોરણ-૮ સુધીના ૨૦૦ જેટલા બાળકો આજ ટાંકીમાંથી પુરૂ પાડવામાં આવતું પાણી પી રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા વર્ષાેથી મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ બાળકોને મધ્યાહન ભોજન ૪૪ ડિગ્રી તાપમાનની વચ્ચે શાળાના માસૂમ બાળકોને કોઈપણ પ્રકારની ઠંડકનું આવરણ ઉભુ કર્યા વગર બેસાડીને ભોજન કરાવવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ શાળા, ઈન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનું શિક્ષણ, ગુગલ ઓનલાઈન જેવી અનેક સુફીયાણી વાતો ફેબ્રુઆરીના બજેટમાં જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાતોની સામે આ બંને વોર્ડમાં આવેલી શાળાઓના કોમ્પ્યુટર સહિતના બાળકોને શિક્ષણ આપવા માટેના લાખો રૂપિયાની કિંમતના ઉપકરણો બિસ્માર પરિસ્થિતિમાં જાેવા મળ્યા છે.

રૂા.૮૫૦ કરોડના જંગી બજેટમાંથી માત્ર ૮.૩૩ ટકા રકમ બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ખર્ચવામાં આવે છે શુ આ બાબતથી રાજ્યના શિક્ષણમંત્રી સુપેરે વાકેફ છે ખરા ? આ પરિસ્થિતિમાં સ્વાભાવિક જ મ્યુનિ.શાળામાં ભણતા બાળકોના વાલીઓ પોતાના બાળકોના સર્વાગી વિકાસ અને ઉજ્જવળ ભાવી બનાવવા માટે ઉંચામાં ઉંચી ફી ભરી અને અન્ય શાળાઓમાં અભ્યાસ કરવું પડે તો પણ કરવા ઉત્સુક બનશે.

સ્કુલ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩માં ૨૦,૦૦૦થી પણ વધુ બાળકો ખાનગી શાળાઓ છોડી મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષ તરફથી અમારે એટલું જ કહેવું છે કે સ્કુલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાઓ જાે સાચા હોય તો આ પ્રકારની શાળાઓમાં શું આ બાળકોને અભ્યાસ કરવામાં આવશે ? તેવો વેધક સવાલ પણ તેમણે કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.