Western Times News

Gujarati News

અક્ષય કુમારે સ્વિમિંગ પુલમાં પડેલા જીવડાને બચાવ્યું

મુંબઇ, સામાન્ય રીતે વીકએન્ડ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો અને પરિવાર તેમજ મિત્રો સાથે સમય વિતાવાના દિવસો. શનિવાર અને રવિવારે સામાન્ય લોકોની જેમ બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.

રવિવારે એટલે કે ૧૦ એપ્રિલે અક્ષય કુમાર સ્વિમિંગ પુલમાં ઊતરીને કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી રહ્યો હતો. એ વખતે તેની નજર એક જીવડા પર પડી હતી. આ અબોલ જીવ પાણીમાં પડી જતાં અક્ષય કુમારે તેનું રેસ્ક્યૂ કર્યું હતું.

અક્ષય કુમારે પોતાના આ ‘નાનકડા ફ્રેન્ડ’ને પાણીમાંથી બહાર કાઢીને તેને નવું જીવન આપ્યું હતું. રવિવારે અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કર્યું હતું. આ રીલમાં જાેઈ શકો છો કે અક્ષય કુમાર જીવડાને ધીમેથી ફૂંક મારતો અને તેની પાંખ સૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાદમાં ધીમે રહીને તેને ઊંચકીને બાજુમાં મૂકે છે.

અક્ષય કુમારે આ વિડીયો શેર કરતાં લખ્યું, “આજે સવારે આ નાનકડો મિત્ર સ્વિમિંગ પુલમાં પડી ગયો અને તેને મદદની જરૂર હતી. થોડી ધીરજ અને થોડું પ્રોત્સાહન બસ તે ઊડી ગયું.

આપણને સૌને પણ જીવનમાં આ જ વસ્તુની જરૂર છે ને? દિલમાં આશા, જીવવાની ઈચ્છા અને ઊડવા માટે પાંખ આ જ જાેઈએ છેને. આ વિડીયો પર અક્ષય કુમારની પત્ની ટિ્‌વન્કલ ખન્નાએ કોમેન્ટ કરતાં લખ્યું, તું આવું અવારનવાર કરે છે અને આ મારા માટે પૂરતું છે.

આ વિડીયો પર અક્ષય કુમારના ફેન્સ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. અક્ષયની જીવદયા જાેઈને ટિ્‌વન્કલની જેમ જ ફેન્સને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર હવે માનુષી છિલ્લર અને સોનુ સૂદ સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જાેવા મળશે.

આ સિવાય ભૂમિ પેડનેકર સાથે ‘રક્ષાબંધન’માં, જેક્લીન ફનાર્ન્ડિઝ અને નૂસરત ભરૂચા સાથે ‘રામ સેતુ’માં જાેવા મળશે. આ સિવાય ‘સેલ્ફી’, ‘ઓહ માય ગોડ ૨’, ‘મિશન સિન્ડ્રેલા’ જેવી રસપ્રદ ફિલ્મો પણ ખેલાડી કુમાર પાસે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.