Western Times News

Gujarati News

લગ્ન પહેલા સામે આવ્યું બ્રહ્માસ્ત્રના પ્રથમ ગીતનું ટીઝર

મુંબઇ, અત્યારે ચારે બાજુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ચાલી રહી છે. હજી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ અટકળો છે કે આ અઠવાડિયામાં જ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

તેમના ફેન્સ જાણવા આતુર છે કે લગ્ન ક્યાં થશે, કોણ આવશે, કયા ફંક્શન હશે, વગેરે વગેરે. આ દરમિયાન આલિયા અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મના પ્રથમ ગીત કેસરિયાનું ટીઝર શેર કર્યું છે.

આ પોસ્ટરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની કેમિસ્ટ્રી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર એકસાથે જાેવા મળશે. લાંબા સમયથી દર્શકો આ ફિલ્મની પણ રાહ જાેઈ રહ્યા છે.

આ ફિલ્મનું શૂટ પાછલા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે અને તાજેતરમાં જ સમાપ્ત થયું છે. ગીતનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને અયાન મુખર્જીએ લખ્યું છે કે, પ્રેમ પ્રકાશ છે. ભાગ એક- શિવા બ્રહ્માસ્ત્રના પ્રથમ ભાગને આ નામથી ઓળખવામાં આવશે.

પરંતુ લાંબા સમય સુધી અમે નામ રાખ્યુ હતું ભાગ એક- લવ. કારણકે બ્રહ્માસ્ત્ર ફિલ્મના મૂળમાં પ્રેમની શક્તિ છે. પ્રેમ જે આગની જેમ ફેલાય છે, જે ફિલ્મથી પણ પરે છે. તો આ છે અમારું લવ પોસ્ટર. અને આ સમય પણ યોગ્ય છે, કારણકે અત્યારે ચારેબાજુ વધારે પ્રેમ છવાયેલો છે.

અયાન મુખર્જીએ જાણકારી આપી છે કે, આ ગીત કેસરિયા માટે સંગીત પ્રિતમે આપ્યું છે. અમિતાભ ભટ્ટાચાર્યએ લિરિક્સ લખી છે અને અરિજીત તેના સીંગર છે. અયાને કેપ્શનમાં લખ્યું કે, શિવા એન્ડ ઈશા, રણબીર એન્ડ આલિયા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વારાણસીમાં આ ફિલ્મનું શૂટિંગ સમાપ્ત કર્યુ હતું. આ ફિલ્મની જાહેરાત વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી હતી. શૂટિંગની શરુઆત ૨૦૧૮માં કરવામાં આવી હતી.

પહેલા વીએફએક્સ પેન્ડિંગ હોવાને કારણે અને પછી કોરોના મહામારીને કારણે આ ફિલ્મ પાછી ઠેલવાઈ હતી. હવે આ ફિલ્મ ૯મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.