Western Times News

Gujarati News

સ્પાઈજેટના ૯૦ પાયલોટ્‌સને ઊડાન માટે અટકાવી દેવાયા

નવી દિલ્હી, ભારતીય એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ સ્પાઈસજેટ (Spice Jet) ના ૯૦ પાયલોટ્‌સને યોગ્ય રીતે પ્રશિક્ષિત ન હોવાના કારણે બોઈંગ ૭૩૭ (Boeing-737)  મેક્સ વિમાનની ઉડાન માટે અટકાવી દીધા છે. ડીજીસીએ ચીફ અરૂણ કુમારે જણાવ્યું કે, ‘હાલ અમે આ પાયલોટ્‌સને મેક્સની ઉડાન માટે અટકાવી દીધા છે

અને તેમને ફ્લાઈટની ઉડાન માટે ફરી ટ્રેઈનિંગ લેવા જણાવ્યું છે.’ વધુમાં જણાવ્યું કે, રેગ્યુલેટર આ પ્રકારની ચૂક માટે જવાબદાર ગણાશે તેવા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરશે અને આવા પાયલોટ્‌સે મેક્સસિમ્યુલેટર પર ઉચિત રીતે ફરી ટ્રેઈનિંગ લેવી પડશે.

બુધવારે સ્પાઈસ જેટના પ્રવક્તાએ આ વાત કન્ફર્મ કરી હતી કે, ડીજીસીએએ એરલાઈનના ૯૦ પાયલોટ્‌સને મેક્સવિમાનની ઉડાન માટે પ્રતિબંધિત કર્યા છે. સ્પાઈસ જેટપાસે બોઈંગ ૭૩૭ મેક્સના પ્રશિક્ષિત પાયલોટ્‌સની સંખ્યા ૬૫૦ છે. ડીજીસીએએ ૯૦ પાયલોટ્‌સની ટ્રેઈનિંગ પ્રોફાઈલ પર એક ઓબ્ઝર્વેશન કર્યું હતું.

ત્યાર બાદ ડીજીસીએની સલાહ પ્રમાણે કંપનીએ ૯૦ પાયલોટ્‌સને મેક્સવિમાનના સંચાલન માટે પ્રતિબંધિત કર્યા હતા. જાેકે તેઓ અન્ય બોઈંગ ૭૩૭ વિમાનો માટે ઉપલબ્ધ રહેશે અને મેક્સમાટે તેમણે ફરી ટ્રેઈનિંગ લેવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.