Western Times News

Gujarati News

બ્લેક સીમાં વિસ્ફોટ થવાથી રશિયન યુદ્ધ જહાજ તબાહ

મોસ્કો, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાને એક સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે બ્લેક સીમાં થયેલા વિસ્ફોટમાં રશિયન મિસાઈલ ક્રુઝર નષ્ટ થઈ ગયું. ત્યારબાદ મિસાઈલ ક્રૂઝર ‘Moskva’ ના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

આ જાણકારી રશિયાના સંરક્ષણ મંત્રાલયે આપી. રક્ષા મંત્રાલયના મતે, આ વિસ્ફોટમાં મિસાઈલ ક્રૂઝરને પણ ઘણું બધુ નુકસાન થયું છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે યુદ્ધ પોતમાં આગ બાદ વિસ્ફોટ થયો. પરંતુ હજુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

સ્લાવા ક્લાસ મિસાઈલ ક્રૂઝર ૧૯૭૯માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં ૧૬ એન્ટી શિપ મિસાઈલ અને ઘણી એર ડિફેંસ મિસાઈલ, ટોરપીડોઝ અને ગન તૈનાત છે.

આ રશિયન યુદ્ધ જહાજ બ્લેક સી ફ્લીટમાં સામેલ છે અને ફેબ્રુઆરીથી યુક્રેન સામેના યુદ્ધમાં પણ ભાગ લઈ રહ્યું છે. બીજી બાજુ, યુક્રેનના ઓફિસરોએ બુધવારે સાંજે દાવો કર્યો હતો કે ઓડેસામાં છુપાયેલી તેમની નેપ્ચ્યુન એન્ટિ-શિપ મિસાઇલોની બેટરીએ Moskva ને બે વાર ટક્કર આપી હતી.

યુક્રેન તરફથી જે લોકોએ દાવો કર્યો છે તેમાં ઓડેસામાં લશ્કરી વહીવટના વડા મેક્સિમ માર્ચેન્કો, કિવમાં ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટન ગેરાસેન્કોનો સમાવેશ થાય છે. જાે કે, યુક્રેનના અધિકારીઓએ પોતાના દાવાને લઈને કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા.

એક યુક્રેની ટેલિગ્રામ ચેનલે પહેલા તેના વિશે એક પોસ્ટ કરી હતી, જાેકે પછીથી તેને ડિલીટ કરી નાખી હતી. ચેનલ દ્વારા જે ફોટો શેર કરવામાં આવેલો તે ઈરાનના જહાજનો હતો, જેમાં ગત વર્ષે આગ લાગી હતી. અગાઉ યુક્રેને દાવો કર્યો હતો કે તેમણે સ્નેક આઈસલેન્ડમાં Vasily Bykov યુદ્ધ જહાજને નષ્ટ કરી દીધું હતું.

યુક્રેની મીડિયાએ ૭ માર્ચે દાવો કર્યો છે કે આર્ટિલરી રોકેટે જહાજને નિશાને બનાવ્યું હતું. યુક્રેન પર રશિયાએ ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કર્યું હતું. રશિયન હુમલામાં કીવ, મારયુપોલ, ખારકીવ જેવા તમામ શહેરો તબાહ થઈ ચૂક્યા છે.

જાેકે, યુક્રેનનો દાવો છે કે, અમારા સૈનિકો રશિયન હુમલામાં સતત મુંહતોડ જવાબ આપી રહ્યા છે. જવાબી કાર્યવાહીમાં રશિયાના ૧૫૦૦૦થી વધારે સૈનિકો મોતને ભેટ્યા છે. જ્યારે યુએનના મતે, યુદ્ધમાં યુક્રેનના ૧૮૦૦થી વધુ નાગરિકોના અત્યાર સુધીમાં મોત થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.