Western Times News

Gujarati News

પ્રી-વેડિંગ ફંક્શનમાં સજીધજીને પહોંચી બહેનો કરીના-કરિશ્મા

મુંબઇ, Ranbir Kapoor અને Alia Bhatt ના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. કેટલીય અટકળો, લગ્નની બદલાતી તારીખો, મહિના અને વર્ષ પછી છેવટે આ સ્ટાર કપલના લગ્નનો દિવસ આવી ગયો છે.

૧૩ એપ્રિલથી રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ છે. રણબીર કપૂર જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં જ પ્રસંગોની શરૂઆત થઈ છે.

રણબીર કપૂરના ઘરે મમ્મી નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર, ભાણી સમારા, કઝિન કરીના કપૂર, કરિશ્મા કપૂર, ફોઈ રીમા જૈન, તેમનો દીકરો અરમાન જૈન અને પત્ની અનિસા મલ્હોત્રા પહોંચી ગયા છે. રણબીર અને આલિયાનો ખાસ ફ્રેન્ડ અયાન મુખર્જી પણ પહોંચી ગયો છે.

રણબીર કપૂરના ઘરની બહાર બાઉન્સરો ઉપરાંત મુંબઈ પોલીસની ટીમ પણ તૈનાત છે. એવામાં મીડિયાના ફોટોગ્રાફર્સ એક-એક વિઝ્‌યુઅલ કેમેરામાં કેદ કરવા માટે પડાપડી કરી રહ્યા છે.

મહેમાનોને એસીવાળી ખાસ પ્રકારની વૅનમાં લાવવવામાં આવી રહ્યા છે. તો પરિવારજનો પોતાની કારમાં આવ્યા છે. દીકરાના પ્રી-વેડિંગ ફંક્શન માટે નીતૂ કપૂર મલ્ટીરંગની સાડીમાં જાેવા મળ્યા હતા. જ્યારે રિદ્ધિમા કપૂર આઈવરી રંગના આઉટફિટમાં જાેવા મળી હતી.

રિદ્ધિમાની દીકરી સમારા પણ મામાના પ્રી-વેડિંગ ફંક્શન માટે આઈવરી રંગનો આઉટફિટ પહેર્યો હતો. રિદ્ધિમાના પતિ ભરત સહાની બ્લૂ રંગના આઉટફિટમાં જાેવા મળ્યા હતા. જ્યારે અનિસા મલ્હોત્રા પેસ્ટલ રંગના લહેંગામાં જાેવા મળી હતી. અયાન મુખર્જી કુર્તો પહેરીને પહોંચ્યો હતો.

રણબીરના ફોઈ રીમા જૈન પણ પેસ્ટલ રંગનો આઉટફિટ પહેરીને આવ્યા હતા. રણબીર કપૂરની કાકાની દીકરીઓ કરિશ્મા અને કરીના કપૂર પણ ગ્લેમરસ અવતારમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચી ગઈ છે.

કરીના કપૂરે આઈવરી રંગનો આઉટફિટ પહેર્યો હતો જ્યારે કરિશ્મા કપૂર ઓરેન્જ રંગના ટ્રેડિશનલ કપડાંમાં જાેવા મળી હતી. આજે મહેંદી સેરેમનીથી રણબીર-આલિયાના લગ્ન પ્રસંગોની શરૂઆત થઈ છે.

જ્યારે ૧૪ એપ્રિલ એટલે કે આવતીકાલે કપલ સાત ફેરા લેશે. બોલિવુડ ડાયરેક્ટર કરણ જાેહર પણ રણબીરના ઘરે પ્રી-વેડિંગ ફંક્શનમાં સામેલ થવા પહોંચ્યો છે.

કરણ જાેહર રણબીર અને આલિયા બંનેની ખૂબ નજીક છે ત્યારે લગ્નમાં તેની હાજરીની અપેક્ષા હતી જ. રણબીર કપૂરના કાકા રણધીર કપૂર પણ ગોવાથી મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. તેઓ એક કાર્યક્રમ માટે ગોવા ગયા હતા પરંતુ ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા પાછા આવી રહ્યા છે. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે રિસેપ્શન અંગે વાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.