Western Times News

Gujarati News

બાગાયત ખેતીમાં બારમાસી લીંબુનું આખું વર્ષ ઉત્પાદન છતાં વધી રહેલા ભાવોઃ સંગ્રાહખોરોની ચાલ

લીંબુના વધતા ભાવોઃ કિસાનોનેે લાભ નહીં, વચેટીયાઓને જલસા

(એજન્સી) લીંબુના વધતા જતાં ભાવોએ રોજીંદી સમસ્યાઓમાં બીજી એકનો વધારો કર્યો છે. લીંબુ આપતી લીંબોડીના છોડવાઓએ ભાવ નથી વધાર્યા તો તેની ખેતી કરનારાઓએ તેના ભાવ વધાર્યા છે. લીંબુનો વેપાર કરનારાઓ અને વચેટીયા દલાલો અછતનો લાભ ઉઠાવી રહ્યા છે.

લીંબુુનુ ઉત્પાદન કરનારાઓ કિસાનો અને બજારમાં લોકો સુધી વેચાતા માલ વચ્ચે મહામોટો ફરક હોય છે. કિસાનો પાસેથી જે લીંબુ ખરીદાય છે તે જ ભાવ આજકાલ પ્રજાને કિલોના ભાવે વેચાય છે.

બાગાયત ખેતીમાં લીંબુ તગડો નફો આપતી ખેતી છે. તેની ઉપજ બારેમાસ જાેવા મળે છે. કલમી લીંબુના રોેપા પણ સારૂ ઉત્પાદન આપે છે. એવા રોપાનું આયુષ્ય ર૦ વર્ષ જેટલું હોય છે.એટલેે કે એકવાર લીંબુનો રોપો ઉછેરો એટલેે બે વર્ષ પછી એ ઉત્પાદન આપવાનું શરૂ કરી દે છે. અને ર૦ વર્ષ સુધી ઉત્પાદન આપ્યા કરે છે. બાગાયત ખેતી કરનારા લીંબુના છોડવાની હરોળ વચ્ચેે અન્ય પાકનું ઉત્પાદન પણ કરતા હોય છે. લીંબુના છોડવાને વિશેષ માવજતની જરૂર નથી હોતી. પણ જમીનમાંની ઉધઈને દૂર રાખવી પડે છે.

લીંબુની અછત પાછળ અનેક કારણો છે. એક તો એ કે તેનો કોઈ વિકલ્પ જ નથી. લીંબુના ફૂલ વાપરી શકાય છે. પણ તેમાં કુદરતી ખટાશનો અભાવ હોય છે. વિકલ્પ નહીં હોવાના કારણે લીંબુનો સ્ટોક કરવાની માત્ર વધવા લાગેી છે. ડુગળીની અછત હતી ત્યારે પાંઉભાજી બનાવનાર ડુગળીના બદલે કોબીઝ સર્વ કરતા હતા. લોકોએ તે સ્વીકારી લીધુ હતુ. પરંતુ લીંબુની જગ્યાએ બીજુ કશુૃ વાપરી શકાતુ નથી.

લીંબુની અછત પાછળનું બીજુ એક મહત્ત્વનુ કારણ સંગ્રહ કરનારાઓની વેપારવૃતિ છે. બજારમાંથી આવતા જથ્થાબંધ લીંબુને ગોડાઉનમાં મુકી રખાય છે. તે અઠવાડીયા સુધી બગડતા નથી. તેના વધતા જ ભાવોનો લાભ ઉઠાવવા તબક્કાવાર તે બહાર કઢાય છે. સંગ્રહ કરનારાઓને ભારતની કોઈ સરકાર દબાવી શકી નથી.

પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવો માટે ક્રુડના વધતા ભાવોને કારણભૂત ગણાવાય છે. પણ લીંબુના વધતા જતાં ભાવ માટે કોઈ સંગ્રહખોરી પર પગલાં લીધા હોય એમ જાણવા મળતુ નથી.

લીબુની અછતનુૃ એક ત્રીજુ કારણ લીંબુનુ શરબદ બનાવનારા મલ્ટીનેશનલ કંપનીઓ છે. આ કંપનીઓ લીંબુના પાકનો સોદો એ છોડવા પર લાગતા શરૂ થાય ત્યારથી જ કરી દે છે. એટલે કે ઉત્પાદનના છ મહિના પહેલાં લીંબુંના જથ્થાના પૈસા ચુકવી દેવાય છે. લીંબુનો પાક આવે ત્યારે કરાર પ્રમાણે એ બધા જ લીંબુ લઈ જાય છે. આજે ભલે લીંબુના ભાવ ૮૦૦ રૂપિયા કિલો હોય પણ કિસાનને તો માત્ર રૂા.૪ રૂપિયા મળ્યા હોય છે.

અન્ય એક કારણ કોસ્મેટીક્સ છે. ભારતમાં કોસ્મેટીક્સનો બિઝનેસ અબજાે રૂપિયાનો છે. તેમાં લીંબુના છોડા પણ કેટલાંક ઉત્પાદનમાં વપરાય છે. એવી જ રીતે લીંબુનુ અથાણું બનાવતી કંપનીઓ પણ જથ્થાબંધ લીંબુ ખરીદે છે.

ફૂડ પ્રોડક્ટસ બનાવનારા કે તીખી તમતમતી સેવ બનાવનારા પણ લીબુનોે જથ્થો ખરીદતા હોય છે. લીબુના જથ્થાબંધ ખરીદી વધવાના કારણે લોકો સુધી તે પહોંચે છે ત્યારે તેનો ભાવ આસમાને પહોંચી જાય છે.

લીંબુનુ બોટોનોલોજીકલ નામ સાયટ્રસ લીમોન છે. લીંબુના મોટા છોડવા જેણે જાેયા છે તેમને ખબર હશે કે તેેના દરેક પાન નજીક ઝુમખા બંધ લીંબુ આવે છે. તેથી તેની ડાળીઓ નમી જાય છે. લીબુનો પાક લેવો આસાન છે. પરંતુ તેની માવજત વધુ છે. લીંબુનો વપરાશ રોજીંદા જીવનમાં વધ્યો છે. ત્યારથી જ તેના ભાવો પણ વધ્યા છે.

મોટી હોટલોમાં હાથ સાફ કરવા અપાતા ફીંગર બાઉલમાં રખાતી લીંબુની પ્લેટના ભાવ હવે બિલમાં મુકાતા થઈ ગયા છે.
ઉનાળામાં લીંબુના શરબતની ડીમાન્ડ વધે છે.

કોરોનાકાળ દરમ્યાન લોકો લીંબુ-આદુના શરબતનો ઉપયોગ વધુ કરતા હોય છે. એક તરફ .નાળો અને બીજી તરફ વાવાઝોડાના કારણે લીંબુનો પાક ઘટ્યો હતો. ડીમાન્ડ ઉભી થતાં જ ભાવો વધ્યા હતા. કેટલાંક વેપારીઓ વધતા ભાવોને તગડા નફાની તક સમજી લે છે. ૪૦૦ રૂપિયા ભાવના લીંબુનો સ્વાદ ભૂલાવી દેશેે એમ લાગે છે.

લીંબુના વધતા જતાં ભાવ માટે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર દોષ ઢોળી શકાય એમ ન થી. જ્યાં સુધી લીંબુનો સંગ્રહ કરનારાઓને કે તેની આડેધડ ખરીદ કરનારાઓનો ટ્રેક નહીં પકડાય ત્યાં સુધી લીંબુના ભાવ ઘટવાના નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.