Western Times News

Latest News from Gujarat

David Miller ની વિસ્ફોટક ઈનિંગ્સથી GTનો CSK સામે વિજય

નવી દિલ્હી, પુનેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ગ્રાઉન્ડમાં રમાયેલ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં CSKની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાન પર ૧૬૯ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી ઓપનર બેટ્‌સમેન રુતુરાજ ગાયકવાડે શાનદાર ૭૩ રનોની ઈનિંગ્સ રમી હતી.

ઈજાને કારણે હાર્દિક પંડ્યા મેચની બહાર રહ્યો હતો, તેની જગ્યાએ રશિદ ખાનને ગુજરાતનો કેપ્ટન બનાવાયો હતો. જાે કે, ડેવિડ મિલરની શાનદાર ૯૪ ઈનિંગ્સને કારણે GTનો ૩ વિકેટથી શાનદાર વિજય થયો હતો. ગુજરાતે ૧૯.૫ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવીને ૧૭૦ રન બનાવ્યા હતા.

આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ૧૭૦ રનોનો પીછો કરતાં ગુજરાતની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓપનર શુભમન ગિલ ૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ રિદ્ધિમાન સાહા પણ પણ ૧૧ રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે વિજય શંકર પણ ૦ રન બનાવી પેવેલિયન પરત ફરતાં ગુજરાતની મુશ્કેલીમાં વધારો થયો હતો.

જે બાદ અભિનવ મનોહર પણ ૧૨ રન બનાવી ફટાફટ પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, ડેવિડ મિલર આજે સંકટમોચક બન્યો હતો. મિલરે ૫૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી ૯૪ રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી ગુજરાતે જીત મેળવી હતી.

રાહુલ તેવાટિયાએ ૬ રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રાશિદ ખાને પણ મિલરને સાથ આપતાં ૪૦ રનોની કેપ્ટન ઈનિંગ્સ રમી હતી. અલ્ઝારી જાેસેફ ૦ રન પર આઉટ થયો હતો. જ્યારે ફર્ગ્યુસન ૦ રન પર અણનમ રહ્યો હતો.

ગુજરાતે ૧૯.૫ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૭૦ રન બનાવી ૩ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમની શાનદાર શરૂઆત થઈ હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ આજે શાનદાર ફોર્મમાં જાેવા મળ્યો હતો.

રુતુરાજે ૪૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ સિક્સની મદદથી શાનદાર ૭૩ રનોની ઈનિંગ્સ રમી હતી. જાે કે આજે ઉથપ્પા ચાલી શક્યો ન હતો અને ૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોઈન અલી પણ ૧ રન બનાવી શક્યો હતો. જાે કે, અંબાતિ રાયડુએ ટીમને સંભાળી હતી અને ૩૧ બોલમાં ૪૬ રનોની ઈનિંગ્સ રમી હતી. શિવમ દુબે ૧૯ રન બનાવી તો કેપ્ટન રવીન્દ્ર જાડેજા ૨૨ રન બનાવી અણનમ રહ્યો હતો.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon