Western Times News

Gujarati News

જીજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદથી ડરવાની નથી: કોંગ્રેસ પ્રમુખ

અમદાવાદ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે મધરાત્રે અટકાયત કરી. પાલનપુરથી જીગ્નેશે મેવાણીની અટકાયત થતા જ મામલો ગરમાયો અને સરકાર સામે નારા લગાવી વિરોધ કરવા સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ આવી ગયા હતા.

જીગ્નેશે કરેલા ટ્‌વીટ બાબતે તેની સામે કાર્યવાહી થતા સરકાર પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાલનપુર ખાતે આસામ પોલીસની ગાડી આવી અને તેમાં જીગ્નેશ મેવાણીને લઈ ગઈ. જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં ૧૮ તારીખ આસપાસ કરેલા ટ્‌વીટ મામલે પહેલા અરજી થઈ હતી.

બાદમાં ફરિયાદ થતા આસામ પોલીસ જીગ્નેશ મેવાણીને પકડવા ગુજરાત આવી પહોંચી હતી. જ્યાં પાલનપુરથી તેની અટકાયત કરાઈ અને પોલીસ વાનમાં નાખી તેને સીધો એરપોર્ટ લઈ જવાયો હતો.

જાેકે, આ દરમિયાન જીગ્નેશની કયા કારણોસર અટકાયત કરાઈ છે તેનો પોલીસે જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ના તો ફરિયાદ અરજીની કોપી અપાઈ કે ના તો કોઈ મૌખિક જવાબ અને તેના લીધે જ જીગ્નેશના સમર્થકોમાં મેસેજ જતા લોકો એરપોર્ટ આવી ગયા અને સરકાર અને પોલીસ સામે સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો.

જીજ્ઞેશે આ અંગે જણાવ્યું કે, તે ખોટી ફરિયાદોથી ડરશે નહિ, પોલિસ દ્વારા કયા કારણોથી લઈ જવાય છે તે કહેવામાં આવ્યું નહોતું અને આગામી સમયમાં લડત વિના ડરે ચાલુ રાખશે. તો બીજી તરફ જીજ્ઞેશની અટકાયતને લઈને રાજકારણ ગરમાયુ છે.

એકતરફ જીજ્ઞેશનાં સમર્થકો દ્વારા એરપોર્ટ પર હોબાળો મચાવાયો ત્યાં બીજીતરફ અડધી રાત્રે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચ્યા હતા. સી જે ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડા વાલા સહિતના લોકો જીગ્નેશ ના સમર્થનમાં એરપોર્ટ પહોંચ્યા હતા.

કોંગી નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિતના લોકોએ સરકાર અને પોલિસ પર આક્ષેપ કર્યા હતા. એકતરફ જીગ્નેશ ખોટી ફરિયાદ થી ડરવાનો નથી અને લડત ચાલુ રાખશે તેવું કહે છે ત્યાં જે ફરિયાદ થઈ છે તેમાંટ્‌વીટ ના લીધે ગુજરાત માં વાતાવરણ ડોહળાયું હોવાનો આક્ષેપ લગાવાયો છે.

જીજ્ઞેશની અટકાયત મામલે જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું કે, જીજ્ઞેશ એ આર.એસ.એસ પર ટ્‌વીટ કર્યું તેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે.

જે ધારાસભ્ય પૈસાથી ન માને તે ધારાસભ્ય ને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન ગણાવી સરકાર પર આક્ષેપ કર્યા હતા. સાથે જ જીજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદથી ડરવાની નથી અને તેઓની લીગલ ટિમ લડત આપશે અને જીજ્ઞેશને છોડાવશે તેવી આશા વ્યક્ત કરી આવનારા સમયમાં ભાજપના ભૂકા કાઢી નાખશે તેવું ઠાકોરએ નિવેદન આપતા હવે રાજકારણ ગરમાયુ છે.

વકીલ પરેશ વાઘેલા એ જિગ્નેશ મેવાણી સામે લગાડવામાં આવેલી કલમો બાબતે માહિતી આપતા કહ્યું કે મામલો ગરમાતા પોલીસે તેઓને ફરિયાદની કોપી બતાવવામાં આવી હતી. જેમાં જીજ્ઞેશે કરેલા ટ્‌વીટ મામલે ફરિયાદ કરાઈ હોવાનું સામે આવ્યું છે.

પરંતુ પોલીસે સીઆરપીસી ૮૦નો ભંગ કરી અટકાયત કરી હોવાનો આરોપ વકીલે લગાવ્યો છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની તેઓને જાણ નથી કરાઈ સાથે જ જ્યારે અટકાયત થાય ત્યારે જિલ્લાના એસપી ને જાણ કરવાની હોય છે જે કરી છે કે નહીં તે ધ્યાન પર ન હોવાનું કહી જીગ્નેશ માટે લડત લડી તેઓને મુક્ત કરાવવા પ્રયાસ કરાશે તેવો દાવો કર્યો હતો.

હાલ તો ફ્લાઇટ મારફતે જીગ્નેશ ને આસામ લઈ જઈ પોલીસ કાર્યવાહી કરશે. તો બીજીતરફ કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ આજે સરકાર પર આક્ષેપ કરી આ ઘટનાના વિરુદ્ધમાં વિરોધ કાર્યક્રમો કરવાનું નક્કી પણ કરાયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.