Western Times News

Gujarati News

સંદીપ મહેતાનો એક મહાનાયકમાં મહારાજા સયાજીરાવ તરીકે પ્રવેશ

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરએ હાલમાં આંબેડકર જયંતી પર દર્શકોને વિશેષ એપિસોડ આપ્યો હતો. હવે શો મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રવેશ સાથે મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયો છે, જે ભૂમિકા લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા સંદીપ મહેતા ભજવી રહ્યો છે.

વાર્તારેખા ઐતિહાસિક ઘટના પર કેન્દ્રિત છે, જેમાં બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પૂર્વગ્રહરહિત અને ન્યાયી સ્પર્ધા થકી ભીમરાવ આંબેડકરને સ્કોલરશિપ આપશે. કેળુસકર ગુરુજી ભીમરાવની ઓળખ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે કરાવે છે અને તેમને ભીમરાવને સ્કોલરશિપ આપવાની વિનંતી કરે છે.

જોકે તેમને ખ્યાલ આવે છે કે સ્કોલરશિપ માટે બીજો ઉમેદવાર સ્પર્ધામાં છે. ભીમરાવ રાજા પાસેથી ન્યાય અને ન્યાયી વર્તણૂકની માગણી કરે છે, જે સ્કોલરશિપ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા સ્પર્ધાની ઘોષણા કરે છે.

અભિનેતા સંદીપ મહેતા અનેક ટેલિવિઝન શો અને ફિલ્મોનો હિસ્સો બન્યો છે. શોમાં તેના પ્રવેશ વિશે સંદીપ કહે છે, “આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને હું આ અત્યંત લોકપ્રિય શોનો હિસ્સો બનવા માટે બેહદ રોમાંચિત છું, જે શોનાં અનન્ય પાત્રોની સરાહના થઈ રહી છે અને વાર્તારેખા રોચક છે. અમે શૂટિંગ કર્યું છે અને અનુભવ એકદમ પુરસ્કૃત છે.

મારે કહેવું જોઈએ કે આવા મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવવા મળ્યું તે મારો વિશેષાધિકાર માનું છું. હું આખું કેરેક્ટરાઈઝેશન અને વાર્તારેખા સ્ક્રીન પર કઈ રીતે છવાઈ જાય છે તે જોવા માટે ભારે ઉત્સુત છું.”

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઐતિહાસિક પાત્ર ભજવવા પર ભાર આપતાં સંદીપ ઉમેરે છે, “મેં અગઉ અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે, પરંતુ આ સંપૂર્ણ અલગ છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આ ઐતિહાસિક પાત્ર છે, જેમણે મુખ્ય સામાજિક અને શૈક્ષણિક સુધારણાઓ લાવી દીધી હતી. તેઓ લોકોને ન્યાયી રીતે અને ભેદભાવ વિના સેવા આપવામાં ભારપૂર્વક વિશ્વાસ ધરાવતા હતા. મહારાજા સયાજીરાવ અન્યોના મૂળ વિચારો ધ્યાનથી સાંભળથા અને તે વિચારોને કૃતિમાં ફેરવતા હતા.”

આગામી વાર્તા વિશે ભીમરાવ (અથર્વ) કહે છે, “ડો. બી. આર. આંબેડકર મહારાજા સયાજીરાવને બહુ જ માન આપતા હતા અને ભીમરાવનાં શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવામાં આધાર આપવા માટે તેઓ તેમના આભારી હતા. આગામી વાર્તામાં ભીમરાવના જીવનના પ્રવાસનો આ નોંધપાત્ર અને ઐતિહાસિક ભાગ આલેખિત કરવામાં આવ્યો છે.

મહારાજાએ ભીમરાવને પોતાની કાબેલિયત સિદ્ધ કરવા અને લાંબે ગાળે ભીમરાવની વિવિધ શૈક્ષણિક જરૂરતોને પરિપૂર્ણ કરવા માટે ન્યાયી તક આપી હતી. મને ખાતરી છે કે ભીમરાવના જીવનમાં આ ટર્નિંગ પોઈન્ટ દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધશે અને તેમને માટે આ વાર્તા પ્રેરણાત્મક અને મનોરંજક નીવડશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.